ઇન્ડિયન ઍર ફોર્સના ત્રણ પાઇલટ્સ વેલ્સ સ્થિત રૉયલ ઍર ફોર્સના ટ્રેઇનિંગ સેન્ટરમાં પ્રશિક્ષક તરીકે જોડાયા
ભારતીય નૌકાદળ અને સૈન્યના અધિકારીઓ અગાઉથી જ બ્રિટનની વિભિન્ન મિલિટરી કૉલેજમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
લગભગ એક સદી અગાઉ અંગ્રેજોએ ભારત પર રાજ કરતી વખતે વાયુસેનાની સ્થાપના કરી હતી, પરંતુ હવે ઇતિહાસે કરવટ બદલી છે. ભારતીય વાયુસેનાના ત્રણ પાઇલટ્સ પહેલી વાર બ્રિટનની રૉયલ ઍર ફોર્સ (RAF)માં ક્વૉલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર્સ તરીકે જોડાયા છે. આ ઐતિહાસિક ક્ષણે તેઓ વેલ્સ સ્થિત રૉયલ ઍર ફોર્સના ટ્રેઇનિંગ સેન્ટરમાં યુવાન બ્રિટિશ પાઇલટ્સને આધુનિક જેટ વિમાન ઉડાવવાની ટ્રેઇનિંગ આપશે.
ભારતીય વાયુસેનાએ આ વિશે સોશ્યલ મીડિયા પર તસવીર શૅર કરીને આ નિમણૂકને બન્ને દેશો વચ્ચેના સંરક્ષણસંબંધો અને વ્યાવસાયિક ઉત્કૃષ્ટતાનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું. આ ત્રણેય ભારતીય અધિકારીઓ બે વર્ષ માટે બ્રિટનમાં રહેશે અને બ્રિટિશ પાઇલટ્સને ‘BAE હૉક T2’ ઍરક્રાફ્ટ પર ટ્રેઇનિંગ આપશે.
ADVERTISEMENT
ભારતીય નૌકાદળ અને સૈન્યના અધિકારીઓ અગાઉથી જ બ્રિટનની વિભિન્ન મિલિટરી કૉલેજમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
