Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હૈદરાબાદનાં લેડી સિંઘમ મધરાત બાદ બસ-સ્ટૉપ પર ઊભાં રહ્યાં, ૪૦ છેડતીખોરોને પકડ્યા

હૈદરાબાદનાં લેડી સિંઘમ મધરાત બાદ બસ-સ્ટૉપ પર ઊભાં રહ્યાં, ૪૦ છેડતીખોરોને પકડ્યા

Published : 07 May, 2026 08:33 AM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધરાતે તેઓ કોઈ પણ સુરક્ષા વગર એક સામાન્ય મહિલા મુસાફર તરીકે બસ-સ્ટૉપ પર ઊભાં રહ્યાં હતાં

તેલંગણના મલકાજગિરિનાં પોલીસ-કમિશનર બી. સુમતિ મધરાતે રોડ પર સાદા કપડાંમાં ઊભાં રહ્યાં હતાં ત્યારે તેમની સાથે છેડતીખોરોએ અશ્લીલ વર્તન કર્યું હતું. એ વખતે છુપાયેલી પોલીસની ટીમે બદમાશોને પકડી લીધા હતા.

તેલંગણના મલકાજગિરિનાં પોલીસ-કમિશનર બી. સુમતિ મધરાતે રોડ પર સાદા કપડાંમાં ઊભાં રહ્યાં હતાં ત્યારે તેમની સાથે છેડતીખોરોએ અશ્લીલ વર્તન કર્યું હતું. એ વખતે છુપાયેલી પોલીસની ટીમે બદમાશોને પકડી લીધા હતા.


મહિલા સુરક્ષા અંગે કડક વલણ અપનાવતાં તેલંગણમાં હૈદરાબાદ પોલીસે એક મોટું પગલું ભર્યું હતું. મલકાજગિરિનાં પોલીસ-કમિશનર બી. સુમતિ મધરાતે ૧૨.૩૦થી ૩.૩૦ વાગ્યા સુધી બસ-સ્ટૉપ પર એકલાં ઊભાં રહ્યાં હતાં અને એ દરમ્યાન લગભગ ૪૦ લોકોએ તેમની છેડતી કરવાની કોશિશ કરી હતી. પહેલી મેના રોજ પદ સંભાળ્યા પછી પોલીસ-કમિશનર સુમતિ આ વિસ્તારમાં મહિલાઓની થતી છેડતીની ફરિયાદોથી ચિંતિત હતાં. દિલસુખનગર બસ-સ્ટૉપની આસપાસ હૉસ્ટેલો આવેલી હોવાથી મહિલા મુસાફરો રાત્રે દારૂ પીધેલા પુરુષોનો ભોગ બનતી હતી. આવા અહેવાલો પર વિશ્વાસ ન કરતાં સુમતિએ જાતે જ મેદાનમાં ઊતરવાનું અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું હતું

મધરાતે તેઓ કોઈ પણ સુરક્ષા વગર એક સામાન્ય મહિલા મુસાફર તરીકે બસ-સ્ટૉપ પર ઊભાં રહ્યાં હતાં. થોડી વારમાં જ બાઇક પર સવાર યુવાનોએ કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાકે તેમને ઘેરી લીધાં હતાં અને અશ્લીલ પ્રશ્નો પૂછ્યા હતા. નજીકમાં છુપાયેલા ઇન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓ બધા પર નજર રાખી રહ્યા હતા. ઑપરેશનના અંતે ૪૦ લોકોને તેમના અશ્લીલ વર્તન બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે તેમને કાઉન્સેલિંગ આપવામાં આવશે. કરીમનગરમાં DSP તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર સુમતિ અગાઉ આવાં અભિયાનો માટે જાણીતાં રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર તેમને લેડી સિંઘમ તરીકે બિરદાવવામાં આવી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 08:33 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK