પૂર્વ લદ્દાખમાં આવેલું ન્યોમા ઍરફીલ્ડ ચાઇના સાથેની લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)ની ખૂબ નજીક આવેલું હોવાથી એનું વ્યૂહાત્મક મહત્ત્વ અત્યંત વધારે છે. આટલી અસાધારણ ઊંચાઈ પર હવાનું દબાણ ઘણું ઓછું હોવાથી ઍરક્રાફ્ટના એન્જિનના પર્ફોર્મન્સ પર સીધી અસર પડે.
ન્યોમા ઍરફીલ્ડ પર IL-76MD હેવી-લિફ્ટ ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટનું સફળ લૅન્ડિંગ
ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)એ લદ્દાખમાં ૧૩,૬૨૯ ફુટની ઊંચાઈએ આવેલા ન્યોમા ઍરફીલ્ડ પર IL-76MD હેવી-લિફ્ટ ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટનું સફળ લૅન્ડિંગ કરીને એવિયેશનના ઇતિહાસમાં એક નવો રેકૉર્ડ નોંધાવ્યો છે. IAFએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ફોટો અને વિડિયો શૅર કરીને આ ઐતિહાસિક સિદ્ધિ વિશે સત્તાવાર માહિતી આપી હતી. IAFનો દાવો છે કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ IL-76MD ઍરક્રાફ્ટ દ્વારા કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ ઊંચાઈવાળું લૅન્ડિંગ છે.
પૂર્વ લદ્દાખમાં આવેલું ન્યોમા ઍરફીલ્ડ ચાઇના સાથેની લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)ની ખૂબ નજીક આવેલું હોવાથી એનું વ્યૂહાત્મક મહત્ત્વ અત્યંત વધારે છે. આટલી અસાધારણ ઊંચાઈ પર હવાનું દબાણ ઘણું ઓછું હોવાથી ઍરક્રાફ્ટના એન્જિનના પર્ફોર્મન્સ પર સીધી અસર પડે છે જેથી લૅન્ડિંગ અને ટેક-ઑફ ખૂબ જ પડકારજનક બની જાય છે.
ADVERTISEMENT
રશિયાની બનાવટનું આ ચાર એન્જિનવાળું ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ જવાનો અને આવશ્યક સાધનોને અંતરિયાળ તથા દુર્ગમ વિસ્તારોમાં પહોંચાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. IAFએ આ સફળ ઑપરેશન માટે એના પાઇલટ અને અન્ય સ્ટાફની આવડત તથા ચોકસાઈની પ્રશંસા કરી હતી. તેમણે અત્યંત મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિમાં પણ આ લૅન્ડિંગ વિના કોઈ અડચણે પાર પાડ્યું હતું. આ સિદ્ધિથી ઇન્ડિયાની વ્યૂહાત્મક ઍરલિફ્ટ ક્ષમતાને વધુ બળ મળશે.
