Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > SIR પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એવાં રાજ્યોમાં ફૉર્મ 6ની સાથે હવે ડેક્લેરેશન નહીં આપવું પડે

SIR પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એવાં રાજ્યોમાં ફૉર્મ 6ની સાથે હવે ડેક્લેરેશન નહીં આપવું પડે

Published : 01 October, 2026 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બદલાવ પહેલી વાર નોંધાઈ રહેલા મતદાતાઓ અને જેમનાં નામ યાદીમાંથી કપાઈ ચૂક્યાં છે એ બન્ને માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણીપંચે મોટો નિર્ણય લીધો છે. હવે ફૉર્મ 6ની સાથે આપવું પડતું વધારાનું ડેક્લેરેશન કે ઍનેક્સ્ચર-D આપવું જરૂરી નથી. આ બદલાવ મંગળવારે મોડી રાતે ECINET પોર્ટલ પર કરવામાં આવ્યો હતો. પહેલાં અરજીકર્તાએ ફૉર્મ 6ના ડેક્લેરેશનમાં માતા-પિતા/દાદા-દાદીનાં નામ ૨૦૦૩ની મતદારયાદીમાં છે કે નહીં એની જાણકારી આપવી પડતી હતી. એમાં ચૂંટણીક્ષેત્રની સાથે બૂથ-નંબરની કૉલમ પણ ફરજિયાત ભરવી પડતી હતી. હવે આ અનિવાર્યતા કાઢી નાખવામાં આવી છે. 
હવે ઑનલાઇન સબમિશન માટે અરજીકર્તા સામાન્ય વ્યક્તિગત જાણકારી, ઉંમર અને રહેઠાણનું પ્રમાણપત્ર અપલોડ કરીને માત્ર ફૉર્મ સબમિટ કરી શકશે. પહેલી વાર મતદાતાયાદીમાં નામ નોંધાવનારા (૧૮ વર્ષના યુવાનો) કોઈ જૂના પારિવારિક મૅપિંગ વિના આસાનીથી રજિસ્ટ્રેશન કરી શકે છે. 
જોકે સવાલ એ આવે કે શું જે લોકોનાં નામ SIRમાં કપાઈ ચૂક્યાં હતાં તેઓ કોઈ તપાસ વિના ફરીથી મતદારયાદીમાં નામ જોડી શકશે? ચૂંટણીપંચે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘આ બદલાવ માત્ર ફૉર્મ 6 ભરવાની સામાન્ય પ્રક્રિયાનો છે. મતદાતા તરીકેની યોગ્યતાની તપાસ અને વેરિફિકેશનની પ્રક્રિયા પહેલાં જેવી જ રહેશે. આ બદલાવ પહેલી વાર નોંધાઈ રહેલા મતદાતાઓ અને જેમનાં નામ યાદીમાંથી કપાઈ ચૂક્યાં છે એ બન્ને માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવશે.’


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK