પાકિસ્તાનના DGMOની બૉડી-લૅન્ગ્વેજ ડિફેન્સિવ રહી હોવાનું જાણવા મળ્યું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે સરહદ પરની સંઘર્ષની સ્થિતિને વકરવા દેવામાં નહીં આવે.
પ્રતીકાત્મક તસવીર
ભારત અને પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) અનુક્રમે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ અને મેજર જનરલ કાસિફ અબદુલ્લા વચ્ચે ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે વાતચીત થવાની હતી, પણ એ સાંજે પાંચ વાગ્યા સુધી ટળી ગઈ હતી અને સાંજે છ વાગ્યે આ વાતચીત પૂર્ણ થઈ હતી. આ વાતચીતનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો નહોતો, પણ સૂત્રોએ જણાવ્યું હતું કે બન્ને DGMO એ વાતે સંમત થયા હતા કે સરહદ પર હવે કોઈ પણ પક્ષ ગોળીબાર કરશે નહીં.
પાકિસ્તાનના DGMOની બૉડી-લૅન્ગ્વેજ ડિફેન્સિવ રહી હોવાનું જાણવા મળ્યું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે સરહદ પરની સંઘર્ષની સ્થિતિને વકરવા દેવામાં નહીં આવે.
ADVERTISEMENT
કયા મુદ્દાઓ પર બની સહમતી?
સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં નહીં આવે.
બન્ને દેશો તરફથી કોઈ ફાયરિંગ નહીં થાય.
ઘૂસણખોરી પર ઝીરો ટૉલરન્સ નીતિ ચાલુ રહેશે.
ડ્રોનથી કોઈ ઘૂસણખોરી ન થવી જોઈએ.