India-Pakistan Tension: કેન્દ્ર સરકારે વિદેશ મંત્રી જયશંકરના કાફલામાં એક વધારાનું બુલેટપ્રૂફ વાહન ઉમેરીને તેમના સુરક્ષા કવચમાં વધારો કર્યો છે; ભારત-પાકિસ્તાન તણાવને કારણે CRPF એ આ નિર્ણય લીધો
વિદેશ મંત્રી એસ જયશંકરની ફાઇલ તસવીર
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના તણાવ (India-Pakistan Tension) અને ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) પછી વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar)ની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના કાફલામાં બુલેટપ્રૂફ વાહનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ‘ઓપરેશન સિંદૂર’માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ આ પહેલા અને પછી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી રહ્યા હતા. ‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાને ભારતમાં ઘણી જગ્યાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એસ જયશંકર (EAM Jaishankar`s security to be upgraded)ની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે, એસ. જયશંકરની સુરક્ષા વધારવા માટે, એક બુલેટપ્રૂફ કાર પણ પૂરી પાડવામાં આવી છે. આ એવી કાર હશે જેના પર ગોળીઓનો પ્રભાવ પડતો નથી.
ADVERTISEMENT
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, વિદેશ મંત્રી એસ જયશંકર હવે બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Union Home Ministry)એ જયશંકરની વધારાની સુરક્ષામાં એક ખાસ બુલેટપ્રૂફ કારનો સમાવેશ કર્યો છે. દિલ્હી (Delhi)માં તેમના નિવાસસ્થાનની આસપાસ પણ સુરક્ષા કડક કરવામાં આવી છે.
જયશંકર પાસે પહેલાથી જ Z શ્રેણીની સુરક્ષા છે, જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ - સીઆરપીએફ (Central Reserve Police Force - CRPF)ના કમાન્ડો દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેમની સુરક્ષા માટે ૩૩ કમાન્ડોની ટીમ ૨૪ કલાક તૈનાત રહે છે. કેન્દ્રીય મંત્રીની સુરક્ષા માટે પહેલાથી જ ૩૩ કમાન્ડો હંમેશા તૈનાત હોય છે. ગુપ્તચર બ્યુરો (Intelligence Bureau - IB)એ વિદેશ મંત્રી પરના ખતરાની આકારણી કર્યા પછી સુરક્ષા વધારવાની ભલામણ કરી હતી. તે સમયે, કેન્દ્રીય મંત્રી જયશંકરના ઘરે સુરક્ષા તરીકે ૧૨ સશસ્ત્ર રક્ષકો તૈનાત કરવામાં આવ્યા હતા. છ પર્સનલ સિક્યુરિટી ઓફિસર (Personal Security Officers - PSO) પણ હતા. ત્રણ શિફ્ટમાં ૧૨ સશસ્ત્ર એસ્કોર્ટ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા હતા. ત્રણ વોચર્સ શિફ્ટમાં કામ કરતા હતા. ત્રણ તાલીમ પામેલા ડ્રાઇવરો હંમેશા હાજર રહેતા હતા.
ગયા વર્ષે ઓક્ટોબરમાં, એસ જયશંકરની સુરક્ષા સ્તર `Y` થી વધારીને `Z` શ્રેણી કરવામાં આવી હતી. CRPFએ દિલ્હી પોલીસ (Delhi Police) પાસેથી જયશંકરની સુરક્ષાનો હવાલો સંભાળી લીધો હતો. ૬૯ વર્ષીય એસ જયશંકરને હાલમાં CRPF કર્મચારીઓની સશસ્ત્ર ટીમ દ્વારા ૨૪ કલાક Z-શ્રેણી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. દેશભરમાં તેમની હિલચાલ અને રોકાણ દરમિયાન એક ડઝનથી વધુ સશસ્ત્ર કમાન્ડો તેમની સુરક્ષામાં રોકાયેલા છે.
૨૨ એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Atatck) પર ભારત દ્વારા નિર્ણાયક લશ્કરી પ્રતિક્રિયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રીની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, કેન્દ્રીય સુરક્ષા યાદી હેઠળ VIP સુરક્ષા કવચ Z-પ્લસ (અદ્યતન સુરક્ષા કવચ) થી શરૂ થાય છે અને Z-પ્લસ, Z, Y, Y-પ્લસ અને X સુધી જાય છે. CRPF હાલમાં ૨૧૦ થી વધુ લોકોને VIP સુરક્ષા પૂરી પાડે છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), નીતિન ગડકરી (Nitin Gadkari), દલાઈ લામા (Dalai Lama) અને કોંગ્રેસ (Congress)ના નેતાઓ સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)નો સમાવેશ થાય છે.

