Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશના સ્ટુડન્ટ્સે બનાવ્યું છે ટ્રેનમાં આગની ચેતવણી આપતું ડિવાઇસ રેલસેન્સ

ઉત્તર પ્રદેશના સ્ટુડન્ટ્સે બનાવ્યું છે ટ્રેનમાં આગની ચેતવણી આપતું ડિવાઇસ રેલસેન્સ

Published : 09 March, 2026 03:15 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલસેન્સ ડિવાઇસ વિકસાવવાનો ખર્ચ આશરે ૧૦,૦૦૦ રૂપિયા છે. હવે નૉર્થ ઈસ્ટર્ન રેલવેએ ટ્રાયલ માટે ડિવાઇસનો ઑર્ડર આપ્યો છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં આવેલી રાજકીય એન્જિનિયરિંગ કૉલેજના સ્ટુડન્ટ્સે ટ્રેનમાં આગ લાગે એની ચેતવણી આપતું ‘રેલસેન્સ’ નામનું ઉપકરણ વિકસાવ્યું છે. આ ઉપકરણ ટ્રેનના પૈડામાં અસામાન્ય ગરમી અને ઘર્ષણ શોધી શકે છે અને ડ્રાઇવરને સમયસર ચેતવણી આપી શકે છે. જ્યારે ટ્રેનનાં પૈડાં જૅમ થઈ જાય અથવા બ્રેક વ્હીલમાં અટવાઈ જાય ત્યારે ઘર્ષણ વધે છે. એને કારણે વ્હીલમાંથી ધુમાડો નીકળે છે અને ક્યારેક આગ જેવી ખતરનાક પરિસ્થિતિ સર્જાય છે. વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આ નવી ટેક્નૉલૉજી અગાઉથી આને ઓળખીને સંભવિત અકસ્માતોને રોકવામાં મદદ કરશે.

રેલસેન્સ ડિવાઇસ કેવી રીતે કામ કરશે?



રેલસેન્સ ડિવાઇસ બે ભાગમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. પહેલો ભાગ ટ્રેનના દરેક વ્હીલ પર ઇન્સ્ટૉલ કરવામાં આવશે, જ્યારે બીજો ભાગ ડ્રાઇવરની સામે એન્જિનમાં ઇન્સ્ટૉલ કરવામાં આવશે. વ્હીલમાં સેન્સર સતત સક્રિય રહેશે અને એન્જિનમાં રીડિંગ ડિવાઇસને વ્હીલ તાપમાન વિશે માહિતી મોકલશે. તાપમાનના આધારે આ ડિવાઇસ ત્રણ પ્રકારનાં સિગ્નલ આપે છે. તાપમાન સામાન્ય હોય ત્યારે લીલી લાઇટ, સામાન્ય કરતાં વધારે હોય ત્યારે બ્લુ લાઇટ અને જ્યારે તાપમાન ૮૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય ત્યારે લાલ લાઇટ થશે. લાલ લાઇટ થતાં ડ્રાઇવરને સંભવિત જોખમ વિશે ચેતવણી આપવામાં આવશે અને તે તરત જ ટ્રેનને ધીમી કરી શકે છે અથવા રોકી શકે છે. આ ટેક્નૉલૉજીની અનોખી વિશેષતા એ છે કે તે એ પણ સૂચવશે કે કયા કોચ અને ટ્રેનના કયા વ્હીલમાં સમસ્યા છે. આનાથી ડ્રાઇવરો અને રેલવે-સ્ટાફનો ખામી શોધવાનો અને તાત્કાલિક ઉકેલ લાવવાનો સમય બચશે.


રેલવે ટ્રાયલ માટેની તૈયારીઓ

રેલસેન્સ ડિવાઇસ વિકસાવવાનો ખર્ચ આશરે ૧૦,૦૦૦ રૂપિયા છે. હવે નૉર્થ ઈસ્ટર્ન રેલવેએ ટ્રાયલ માટે ડિવાઇસનો ઑર્ડર આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 03:15 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK