કરા પડવાથી દિલ્હીથી શ્રીનગર જતા વિમાનનું નોઝ તૂટી ગયું: ઇમર્જન્સી લૅન્ડિંગમાં સફળતા મળી એટલે ૨૨૭ મુસાફરો અને ક્રૂ-મેમ્બર્સ સુરક્ષિત
વિમાનનું આગળનું નોઝ ડૅમેજ થઈ ગયું
ગઈ કાલે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગો ઍરલાઇન્સનું એક વિમાન ખરાબ મોસમને કારણે સેંકડો કિલોમીટર ઊંચે હવામાં મુસીબતમાં મુકાઈ ગયું હતું. અચાનક કરાવૃષ્ટિ થતાં વિમાન હવામાં ગોળ ચકરાવા લેવા લાગ્યું હતું. પાઇલટે શ્રીનગર ઍર ટ્રાફિક કન્ટ્રોલનો સંપર્ક કરીને ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવ્યું હતું. ઍરક્રાફ્ટ સાંજે ૬.૩૦ વાગ્યે શ્રીનગર લૅન્ડ થયું ત્યારે એમાં સવાર ૨૨૭ યાત્રીઓ સહિત તમામ ક્રૂ-મેમ્બર્સ કુશળ હતા. જોકે વિમાનનું આગળનું નોઝ ડૅમેજ થઈ ગયું હોવાથી હવે આ ઍરક્રાફ્ટ ક્યારેય ઊડાન ભરી નહીં શકે.

