ઘટનાસ્થળેથી અનેક શસ્ત્રો મળી આવ્યાં હતાં જેમાં એક AK રાઇફલ, એક પિસ્તોલ અને દારૂગોળો સામેલ છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતીય સેનાએ ‘ઑપરેશન DIGGI-2’ હેઠળ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં ૧૪ અને ૧૫ માર્ચની રાત્રે બુચર વિસ્તારમાં એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો હતો. ભારતીય સૈનિકોએ લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) નજીક અસામાન્ય ગતિવિધિ જોયા બાદ તરત જ સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આતંકવાદીએ ગોળીબાર કરતાં સેનાએ સ્વબચાવમાં કાર્યવાહી કરીને આતંકવાદીને ઠાર કર્યો હતો. ઘટનાસ્થળેથી અનેક શસ્ત્રો મળી આવ્યાં હતાં જેમાં એક AK રાઇફલ, એક પિસ્તોલ અને દારૂગોળો સામેલ છે.
પૂંછમાં એક શહીદ સૈનિક
ADVERTISEMENT
પૂંછ જિલ્લામાં ચાલી રહેલા ‘ઑપરેશન શેરી કલાં’ દરમ્યાન એક સૈનિક સૂબેદાર સંદીપકુમાર ઢાકા શહીદ થયો હતો. વાઇટ નાઇટ કૉર્ઝે જણાવ્યું હતું કે ઑપરેશન દરમ્યાન ખડકાળ ભૂપ્રદેશમાં પોતાની ફરજ બજાવતી વખતે સંદીપકુમાર ઢાકા લપસીને પડી ગયો હતો.
