Karnataka Crime: ફરિયાદીએ પોલીસને કેટલાંક હાડપિંજરના ફોટોઝ શૅર કર્યા હતા. હવે પોલીસે આ માહિતીને આધારે તપાસ શરૂ કરી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
કર્ણાટકમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર (Karnataka Crime) મળી રહ્યા છે. અહીં એક સફાઇ કર્મચારીએ પોલીસને એવી માહિતી આપી હતી કે જે જાણ્યા બાદ પોલીસ ખુદ દંગ રહી ગઇ હતી. આ ફરિયાદીએ પોલીસને કેટલાંક હાડપિંજરના ફોટોઝ શૅર કર્યા હતા. હવે પોલીસે આ માહિતીને આધારે તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર કર્ણાટકમાં એક વ્યક્તિએ પોલીસ પાસે આવીને માહિતી આપી હતી. મેંગલુરુના કોઈ ધર્મસ્થળમાં એક સફાઈ કર્મચારી પોલીસ સ્ટેશન ગયો હતો અને દાવો કર્યો છે કે તે ઘણા વર્ષોથી આ ડેડબૉડીઝને ઠેકાણે પાડી રહ્યો છે. જોકે, તેને આમ કરવાની ફરજ પાડવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
દક્ષિણ કર્ણાટક (Karnataka Crime) જિલ્લામાં એક વ્યક્તિએ સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને દાવો કર્યો હતો કે તેને 1998 અને 2014ની વચ્ચે ધર્મસ્થળ અને નજીકના વિસ્તારોમાં બળાત્કાર અને હત્યા કરાયેલી શાળાની વિદ્યાર્થિનીઓ સહિત અનેક મહિલાઓની ડેડબૉડીને બાળવાનું કહેવામાં આવ્યું હતું. ધર્મસ્થળ મંદિર વહીવટીતંત્રમાં ભૂતપૂર્વ સફાઈ કર્મચારી તરીકે કામ કરતા આ વ્યક્તિએ અધિકારીઓને તેની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી. લગભગ એક દાયકા પછી આ વ્યક્તિ હવે જઈને આગળ આવ્યો છે અને આ સમગ્ર બાબતનો ભાંડો ફોડ્યો છે.
પોલીસ જણાવે છે કે કોર્ટ પાસેથી જરૂરી પરવાનગી લીધા બાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 211 (એ) હેઠળ 3 જુલાઈના રોજ ફરિયાદના આધારે ધર્મસ્થળ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદીએ પોતાના અને પોતાના પરિવાર માટે સુરક્ષાની વિનંતી પણ કરી હતી. ફરિયાદીએ હમણાં જ દાટી દીધેલાં હાડપીંજરોને બહાર કાઢીને તેના ફોટોઝ દપોલીસને સુપરત કર્યા હતા. આ એ જ લાશો છે જે આ વ્યક્તિએ વર્ષો પહેલા દફનાવ્યા હતાં.
ફરિયાદીએ ઉમેર્યું હતું કે જે મૃતદેહોના નિકાલનું કામ તેને સોંપવામાં આવ્યું હતું તે ડેડબૉડી મોટેભાગે મહિલાઓની હતી. જેમાંથી ઘણી નિર્વસ્ત્ર હતી. એટલે કે તેઓની ઉપર જાતીય શોષણ, ગળું દબાવવું અથવા માર મારવામાં આવ્યો હોય એવું પણ જણાઈ (Karnataka Crime) આવતું હતું. 1998માં આ માણસને તેના ઉપલા અધિકારીએ આ મૃતદેહોને ગુપ્ત રીતે નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે તેણે ના પાડી અને પોલીસને આ બાબતની જાણ કરવાની ધમકી આપી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
હાલમાં ફરિયાદી (Karnataka Crime)એ જે જે માહિતી આપી છે તેને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અત્યારે પોલીસે મૃતદેહોની શોધ હાથ ધરી છે. પોલીસ સતત ફરિયાદી પાસેથી આ ગુનામાં સામેલ લોકો વિશે માહિતી એકત્રિત કરી રહી છે.
તમને જણાવી દઈએ કે આ વ્યક્તિએ કેટલાક હાડપિંજરના અવશેષો દર્શાવતી બે રંગીન ફોટોકોપી પોલીસને સોંપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. ફરિયાદીના વકીલે લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોની તસવીરો પછીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

