Kota Clash: કોટામાં યુવકની હત્યા બાદ બે સમુદાયો વચ્ચે તણાવ, આગચંપી થઈ, આરોપીના ઘર પર બુલડોઝર ચલાવાયું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રાજસ્થાન (Rajasthan)ના કોટા (Kota)માં એક વ્યક્તિએ જાહેરમાં એક યુવાનની છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. આરોપી થોડા સમય પહેલા જેલમાંથી જામીન પર છૂટ્યો હતો. આ ઘટના (Kota Clash)થી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોનો ગુસ્સો એટલો વધી ગયો કે તેમણે આરોપીના ઘરને આગ લગાવવાનો પ્રયાસ કર્યો.
આ ઘટના કોટાના કણવાસ (Kanwas)ની છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના સંબંધીની રસ્તાની બાજુમાં એક દુકાન છે, જેને ટોળાએ આગ લગાવી દીધી હતી. થોડી જ વારમાં દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વિસ્તારમાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
કોટા રૂરલ સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ (Kota Rural SP) સુજીત શંકર (Sujit Shankar) કહે છે કે, ‘આ ઘટના શોરૂમની બહાર બની હતી. આરોપીનું નામ અતિક અહેમદ છે. સંદીપ શર્મા ખુરશી પર બેઠો હતો, ત્યારે અતિક ત્યાં પહોંચ્યો અને તેને ખુરશી ખાલી કરવા કહ્યું. સંદીપ ખુરશી પરથી ઊભો થયો નહીં, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો. અતિક સ્થળ પરથી નીકળી ગયો અને પછી દસ મિનિટ પછી હાથમાં છરી લઈને પાછો ફર્યો.’ વધુમાં સુજીત શંકરે કહ્યું કે, ‘અતીકે સંદીપ પર એક પછી એક અનેક ચાકુ માર્યા અને તે ઘટનાસ્થળેથી ભાગી ગયો. સંદીપનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.’
પોલીસના જણાવ્યા અનુસાર, અતીક વિરુદ્ધ પહેલાથી જ ૩ ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. તે જામીન પર બહાર હતો. ઘટના બાદથી અતીક ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. આ ઘટનાના વિરોધમાં, બધા દુકાનદારો પોતાની દુકાનો બંધ કરીને રસ્તા પર ઉતરી આવ્યા છે. ટોળાએ અતીકનું ઘર પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે, રસ્તાની બાજુમાં સ્થિત અતીકના એક સંબંધીની દુકાન બળીને રાખ થઈ ગઈ હતી.
સંદીપના પરિવારે પણ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો છે. તેમણે અતીક સામે કડક કાર્યવાહી અને તેનું ઘર તોડી પાડવાની માંગ કરી છે.
રાજસ્થાનના મંત્રી હીરાલાલ નાગર (Heeralal Nagar), કમિશનર રાજેન્દ્ર શેખાવત (Rajendra Shekhawat), કોટાના કલેક્ટર રવિન્દ્ર ગોસ્વામી (Ravindra Goswami) અને એસપી સુજીત શંકરે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. ઉર્જા મંત્રી હીરાલાલ નાગરે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવાના નિર્દેશો આપ્યા. સાંજ સુધીમાં પોલીસ સ્ટેશનની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. સાવચેતીના પગલા રૂપે, આખા શહેરમાં પોલીસની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે. કોટાથી વધારાની પોલીસ ટુકડી મોકલવામાં આવી છે.
ગ્રામીણ એસપી સુજીત શંકરે જણાવ્યું હતું કે, આરોપીઓને પકડવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે. હાલમાં, શહેરમાં સંપૂર્ણ શાંતિ છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાંજ સુધીમાં સંદીપ શર્માનો પરિવાર કોઈક રીતે પોસ્ટમોર્ટમ માટે સંમત થઈ ગયો હતો. જોકે, આરોપી અતિક હજુ પણ પોલીસની પકડમાંથી ફરાર છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના રવિવારે બપોરે બની છે.

