મહાકુંભ પાછળ થનારા ૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચની ટીકાનો જવાબ આપ્યો યોગી આદિત્યનાથે
ગઈ કાલે પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓનું નિરીક્ષણ કરતા યોગી આદિત્યનાથ.
પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાકુંભ પાછળ ઉત્તર પ્રદેશની સરકાર ૫૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે એની ઘણી ટીકા થઈ છે, પણ આ ટીકાનો મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે લખનઉમાં એક ઇવેન્ટમાં જડબાતોડ જવાબ આપ્યો હતો. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મહાકુંભમાં ૪૦ કરોડ કરતાં વધુ લોકો આવવાના છે અને એને પગલે બે લાખ કરોડ રૂપિયાની રેવન્યુ આપણને મળશે.