સોનોગ્રાફી કરતાં ખબર પડી કે તેની પ્રેગ્નન્સીને ઑલરેડી ૩૪ વીક થઈ ચૂક્યાં છે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ચીનના હૉન્ગઝાઉમાં ૩૬ વર્ષની ગૉન્ગ નામની મહિલાને ખૂબ બેચેની થઈ રહી હતી અને સમસ્યા એટલી વધી ગઈ કે તેના એક હાથે ખાલી ચડી ગઈ. તરત જ તેને લોકલ ક્લિનિકમાં લઈ જવામાં આવી તો ત્યાં તેનું બ્લડપ્રેશર ઘણું ઊંચું આવ્યું. એ ડૉક્ટરે તેને મોટી હૉસ્પિટલમાં દાખલ થવા કહ્યું અને ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવી. તેનું બ્લડપ્રેશર આટલું કેમ વધ્યું છે એ જાણવા માટે ડૉક્ટરોએ તેને રિલૅક્સ કરીને થોડી હિસ્ટરી જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે તેને ઘણા સમયથી માસિક ન આવ્યું હોવાને કારણે તે બહુ બેચેની અનુભવી રહી છે. ડૉક્ટરોને થયું કે કદાચ પ્રેગ્નન્સીના શરૂઆતનાં લક્ષણરૂપે પણ આ બેચેની હોઈ શકે. જોકે તેની સોનોગ્રાફી કરતાં ખબર પડી કે તેની પ્રેગ્નન્સીને ઑલરેડી ૩૪ વીક થઈ ચૂક્યાં છે. એ ખબર પડી એના ૪ કલાકમાં તો તેની ડિલિવરી કરવામાં આવી.
ગૉન્ગ અને તેનો હસબન્ડ નૅચરલી કન્સીવ કરી શકતાં ન હોવાથી તેમણે એક વાર ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટ્રીટમેન્ટ કરાવેલી અને એ પણ નિષ્ફળ ગયેલી એટલે તેમને નૅચરલ પ્રેગ્નન્સી રહી ગઈ હોવાની વાત માન્યામાં આવતી નહોતી.