Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લોકસભા ૩૦ નવેમ્બરે અને રાજ્યસભા બીજી ‌ડિસેમ્બરે મળશે

લોકસભા ૩૦ નવેમ્બરે અને રાજ્યસભા બીજી ‌ડિસેમ્બરે મળશે

Published : 27 November, 2026 11:40 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીમાંકન અને મહિલા અનામત બિલની અટકળો વચ્ચે આગામી અઠવાડિયે સંસદ ફરી શરૂ થશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સીમાંકન અને મહિલા અનામત બિલ ફરી લાવવાની તેજ અટકળો વચ્ચે લોકસભા સોમવારે ૩૦ નવેમ્બરે અને રાજ્યસભા બુધવારે બે ડિસેમ્બરે ફરી મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ‘આવશ્યક સરકારી કામકાજ’ માટે બન્ને ગૃહની બેઠક બોલાવવા લોકસભા સ્પીકર અને રાજ્યસભાના ચૅરમૅનને વિનંતી કરી હતી. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે ૨૬ નવેમ્બરે જણાવ્યું કે કામકાજના આધારે આ બેઠકો ૩ ડિસેમ્બરે સમાપ્ત થઈ શકે છે. ચોમાસુ સત્ર ૧૩ ઑગસ્ટે સ્થગિત કરાયું હતું, પરંતુ એનું સત્રાવસાન થયું નહોતું. ૨૧ નવેમ્બર સુધીમાં એ ૧૦૦ દિવસ ખુલ્લું રહ્યું, જેણે ૨૦૦૮નો ૮૭ દિવસનો વિક્રમ તોડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૧૭ એપ્રિલે લોકસભામાં નવી વસ્તીગણતરીની રાહ જોયા વિના સીમાંકન કરીને મહિલા અનામત ઝડપથી લાગુ કરવાનું બંધારણીય સુધારા બિલ નામંજૂર થયું હતું. મતદાન કરનારા ૫૨૮ સંસદસભ્યોમાંથી ૨૯૮ એની તરફેણમાં અને ૨૩૦ વિરોધમાં રહ્યા હતા, જેથી જરૂરી ૩૫૨ કરતાં ૫૪ મત ઓછા પડ્યા હતા. ત્યાર બાદ સીમાંકન બિલ, ૨૦૨૬ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, ૨૦૨૬ અટકાવી દેવાયાં હતાં.



મહિલા અનામત કાયદા હેઠળ લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા અનામતની જોગવાઈ છે, જે ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલાં લાગુ કરવાનો પ્રયાસ છે. બિલમાં લોકસભાની બેઠકો ૫૪૩થી વધારી ૮૫૦ કરવાનો પ્રસ્તાવ હતો. દક્ષિણનાં રાજ્યોની ચિંતા વચ્ચે સરકાર દરેક રાજ્યની બેઠકોમાં ૫૦ ટકા વધારો કરવા અથવા ૧૯૭૧ની વસ્તીગણતરી મુજબનો વર્તમાન હિસ્સો જાળવી રાખવાના વિકલ્પો વિચારી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 11:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK