Madhya Pradesh News: સતના જિલ્લાના રામપુર બઘેલાન પોલીસ સ્ટેશન હેઠળના ચકેરા ગામમાં આ વિચિત્ર કિસ્સો બન્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
મધ્યપ્રદેશમાંથી (Madhya Pradesh News) એક એવા સમાચાર સામે આવ્યા છે જેને ચમત્કાર કહેવો કે પછી સરકારી મેડિકલ ક્ષેત્રનું પોલંપોલ! હા, વાત કંઇક એમ છે કે સતના જિલ્લાની સરકારી હોસ્પિટલે એક પ્રેગનન્ટ મહિલાને કહી દીધું હતું કે તમારા ગર્ભમાં જે શિશુ છે તે મૃત છે. પણ, ત્યારબાદ પ્રેગ્નન્ટ મહિલાનો પરિવાર એક અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં મહિલાને લઈ ગયો હતો જ્યાં મહિલાના ગર્ભમાં બાળકને હેમખેમ જીવતું હોવાનું સામે આવ્યું હતું.
સતના જિલ્લાના રામપુર બઘેલાન પોલીસ સ્ટેશન હેઠળના ચકેરા ગામમાં આ વિચિત્ર કિસ્સો (Madhya Pradesh News) બન્યો હતો. ગામમાં રહેતા રાહુલ દ્વિવેદીની પત્ની દુર્ગા દ્વિવેદીને સોમવારની રાત્રે પ્રસૂતિપીડા ઊપડી હતી. આ કારણોસર મહિલાને અમરપાટન સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાને સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ ડોક્ટરો દ્વારા ગંભીર હાલત હોવાનું કહીને ત્યાંથી જિલ્લા હોસ્પિટલ સતનામાં મોકલવામાં આવી હતી. સવારે નવ વાગ્યે મહિલાને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાંનાં સિનિયર મહિલા ડૉક્ટર દ્વારા પ્રેગ્નન્ટ મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. (Madhya Pradesh News) ત્યારબાદ આ ડોક્ટરે કહ્યું હતું કે મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના હૃદયના ધબકારા નથી નોંધાઈ રહ્યા. ડોપ્લર ટેસ્ટમાં પણ કોઈ રિસ્પોન્સ મળ્યો નહોતો. ત્યારબાદ સોનોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ બધી ટેસ્ટક્રિયાઓ બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે મહિલાના ગર્ભમાં રહેલ બાળક મૃત છે. અને દવા લઈને એબોર્શન કરાવી નાખો.
ADVERTISEMENT
ભલે ને ડોકટરોએ ગર્ભમાં રહેલ બાળકને મૃત ઘોષિત કર્યું હોય છતાં પણ મહિલાની ફૅમિલીને વિશ્વાસ ન બેઠો. ત્યારબાદ ફૅમિલીએ પ્રેગન્ટ મહિલાને જિલ્લાના એક પ્રાઇવેટ નર્સિંગ હૉમમાં દાખલ કરી હતી. અહીં જે ટેસ્ટ કરવામાં આવ્યા ત્યાં ખબર પડી કે બાળકના હૃદયના ધબકારા તો ચાલી રહ્યા છે. તે જ દિવસે મહિલાએ બાળકને જન્મ પણ આપ્યો હતો, એ પણ તંદુરસ્ત! નવજાતનું શિશુનું વજન પણ કરવામાં આવ્યું હતું તો તે 3.8 કિલો નોંધાયું હતું.
માતા અને ફૅમિલી બહુ જ ખુશ થયાં હતાં. પરંતુ લોકો આ સરકારી મેડિકલ સિસ્ટમની ભૂલ હોવાનું જણાવી રહ્યા છે. એવું પણ કહી રહ્યા છે કે જો ફૅમિલીએ સરકારી ડૉક્ટરની સલાહ માની લીધી હોત તો.... જીવતેજીવ બાળકને મારી નાખવા જેવુ થાત ને!
Madhya Pradesh News: લોકો કહી રહ્યા છે કે આવા ડોકટરો સામે પગલાં લેવા જોઈએ. નવજાતના પરિવારજન અખિલેશ દ્વિવેદીએ તો સરકારી ડોકટરો પર આરોપ લગાવ્યો છે કે તેઓએ નવજાતને મૃત કહીને ફૅમિલીને ગેરમાર્ગે દોર્યો હતો અને આવા ડૉક્ટર સામે કાર્યવાહી થવી જ જોઈએ. રિપોર્ટ પ્રમાણે સતનામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં નવજાતને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.

