MahaKumbh Attack: ચાર શિષ્યોને પણ પણ ગંભીર રીતે ઇજાઓ થઈ છે. અત્યારે આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મંડીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણી નંદ ગિરી (સૌજન્ય - ફેસબૂક)
કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણી નંદ ગિરી એટલે કે `છોટી મા` પર ગઇકાલે ગુરુવારે મોડી રાત્રે છરી વડે હુમલો (MahaKumbh Attack) કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. લગભગ ડઝનેક જેટલા શખ્સોએ તેમની પર હુમલો કર્યો હતો. જ્યારે તેમનો બચાવ કરવા ગયા ત્યારે તેમના ચાર શિષ્યોને પણ પણ ગંભીર રીતે ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.
અત્યારે આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મંડીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કઇ રીતે આ આખી ઘટનાને અંજામ અપાયો?
કલ્યાણી નંદ ગિરીજી ગઇકાલે રાત્રે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ પોતાનાં શિષ્યો સાથે શિબિરમાં આવી રહ્યાં હતાં. ત્યારે માર્ગમાં જ લકેટલાક યુવાનોએ આશીર્વાદને બહાને કારને રોકી હતી. જએવી કાર થોભી કે તરત જ બે યુવકોએ છોટી માનાં આશીર્વાદ લીધા હતા. ચરણસ્પર્શ કર્યા હતા. ત્યાં જ અચાનક અડધો ડઝન યુવાનોએ તેના પર છરીઓથી હુમલો (MahaKumbh Attack) કર્યો. કલ્યાણી નંદ ગિરી તો ચીસાચીસ કરવા લાગ્યાં. ત્યાં જ તેઓનાં શિષ્યોએ દખલગીરી કરવાનો પ્રયાસ કર્યો કે હુમલાખોરોએ તેઓને પણ ન છોડ્યા. તેમની ઉપર પણ છરી વડે હુમલો કરવા લાગ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર શિષ્યો રાધિકા અને નિશા સહિત અન્ય ચાર લોકોને ગંભીર રીતે ઇજાઓ થઈ છે. આ ઘાતક હુમલાની માહિતી મળતા જ કિન્નર અખાડાના અને શિષ્યો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. શિષ્યોમાં હુમલાખોરો પ્રત્યે જબરદસ્ત રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
ગઈ 9 ફેબ્રુઆરીની મોડી રાત્રે પરી અખાડાના જગદ્ગુરુ હિમાંગી સખી પર પણ ટેન્ટમાં ઘૂસી જઇને આવો જ હુમલો (MahaKumbh Attack) કરવામાં આવ્યો હતો. વળી, ત્યાં તો સોનાના ઘરેણાં અને રોકડ રકમની પણ ઉપાચત થઈ હતી. વળી, તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. અન્નક્ષેત્ર મહાકુભ પોલીસ સ્ટેશનના પ્રભારી શંભુ સિંહે કહ્યું હતું કે, "કિન્નર અખાડાના મહામંડલેશ્વરનું વાહન રોકવામાં આવ્યા બાદ તેઓની પર છરીથી હુમલો થયો હોવાની અમને માહિતી મળી હતી. જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા હુમલાખોરો ભાગી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી હુમલાખોરોનો કોઈ પત્તો મળ્યો નથી. આ અજાણ્યા હુમલાખોરો માટે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.
MahaKumbh Attack: હિમાંગી સખીએ આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, "હું અત્યારે સેક્ટર-8માં રહું છું. હું રાત્રે મારા સેવકો સાથે છાવણીમાં હતી. રાત્રે લગભગ 9.50 વાગ્યે કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પવિત્રા, કલાવતી મા, કૌશલ્યા નંદગિરી ઉર્ફે ટીના મા, કલકેશ્વરી, અશનાથ સાથે તેઓ મારી પાસે આવ્યા હતા. આ લોકો 10-12 વાહનોમાં આવ્યા હતા. 50 અન્ય લોકો સાથે તેઓ પાસે લાકડીઓ, હોકી સ્ટિક્સ, સળિયા, તલવારો, કુહાડીઓ, ત્રિશૂળ અને અન્ય હથિયારો હતા.

