Mallikarjun Kharge on Operation Sindoor: કેન્દ્ર સરકારને ઘેરી લેતા ઑપરેશન સિંદૂરને એક નાનું યુદ્ધ ગણાવ્યું. કર્ણાટકમાં કૉંગ્રેસની સમર્પણ-સંકલ્પ રેલીને સંબોધતા ખરગેએ કહ્યું કે પહલગામમાં 26 લોકો માર્યા ગયા કારણ કે સરકારે સુરક્ષા પૂરી પાડી ન હતી.
મલ્લિકાઅર્જુન ખરગે (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખરગેએ પહલગામ આતંકવાદી હુમલા અંગે કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે ઑપરેશન સિંદૂરને એક નાનું યુદ્ધ ગણાવ્યું. કર્ણાટકમાં કૉંગ્રેસની સમર્પણ-સંકલ્પ રેલીને સંબોધતા મલ્લિકાઅર્જુન ખરગેએ કહ્યું કે પહલગામમાં 26 લોકો માર્યા ગયા કારણ કે મોદી સરકારે ત્યાંના પ્રવાસીઓને સુરક્ષા પૂરી પાડી ન હતી. મોદી કાશ્મીર ગયા ન હતા કારણ કે ગુપ્તચર એજન્સીઓએ તેમને આવવાની મનાઈ ફરમાવી હતી. પણ કેન્દ્ર સરકારે પ્રવાસીઓને પહલગામ જવા માટે કેમ મનાઈ નહોતી કરી? જો તેમને જાણ કરવામાં આવી હોત, તો 26 લોકોના જીવ બચાવી શકાયા હોત. ઑપરેશન સિંદૂર એક નાનું યુદ્ધ છે.
સંબિત પાત્રાએ કર્યો વળતો પ્રહાર
ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાઅર્જુન ખરગેના ઑપરેશન સિંદૂરને નાનું યુદ્ધ ગણાવવાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે કૉંગ્રેસ પાકિસ્તાનને ઓક્સિજન આપવાનું કામ કરે છે. બધા જાણે છે કે હાફિઝ રાહુલ ગાંધીને કેમ પસંદ કરે છે? કૉંગ્રેસ પાર્ટી અને ખરગે કહી રહ્યા છે કે ઑપરેશન સિંદૂર એક નાનું યુદ્ધ છે. શું રાહુલ ગાંધી અને ખરગે સમજી શકતા નથી કે આપણા સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં ઘૂસીને ત્યાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને 100 થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા? પાકિસ્તાન દ્વારા બદલો લેવામાં આવ્યા બાદ, તેમના ૧૧ એરબેઝનો નાશ કરવામાં આવ્યો હતો અને આજે પાકિસ્તાન પીડાથી કણસણી રહ્યું છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે ઑપરેશન સિંદૂરને નાનું યુદ્ધ કહેવું એ દેશ અને સશસ્ત્ર દળોની બહાદુરી સાથે વિશ્વાસઘાત છે. રાહુલ ગાંધી છેલ્લા બે દિવસથી પુરાવા માગી રહ્યા છે. અમે પહેલા દિવસથી જ ડિજિટલ પુરાવા આપી રહ્યા છીએ. પાકિસ્તાનીઓએ પોતે પુરાવા બતાવ્યા છે. આમ છતાં તમે સશસ્ત્ર દળોની હિંમતનો પુરાવો માગી રહ્યા છો. આ જ કારણ છે કે રાહુલ ગાંધી અને તેમના નેતાઓ પાકિસ્તાનમાં પોસ્ટર બોય બની ગયા છે. ઑપરેશન સિંદૂર દરમિયાન પાક ડીજીએમઓએ રાહુલ ગાંધીનો વીડિયો બતાવ્યો હતો.
ઑપરેશન સિંદૂર શું છે?
ભારતે 7 મેના રોજ ઑપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી, પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. આ બદલો લેવાથી પાકિસ્તાનના અનેક મિલીટરી બેઝને નુકસાન થયું, જેમાં હવાઈ મથકો, રડાર સ્થળો અને કમાન્ડ સેન્ટરોનો સમાવેશ થાય છે.
કૉંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે (Mallikarjun Kharge)એ ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચી (Ranchi)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો હતો કે, વડા પ્રધાન મોદીને જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના પહલગામ (Pahalgam)માં આતંકવાદી હુમલાનો ગુપ્તચર અહેવાલ મળ્યો હતો, જેના પછી તેમણે કેન્દ્રશાસિત પ્રદેશની તેમની મુલાકાત રદ કરી હતી.

