Manmohan Singh death: કોંગ્રેસે પણ તેઓના મહત્વનાં દિવસોની ઉજવણી મોકૂફ રાખીને રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આગામી સાત દિવસ સુધી કોઈ રાજકીય જાહેર કાર્યક્રમો નહીં થાય.
સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહની તસવીર
પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું ગઈકાલે રાત્રે અવસાન (Manmohan Singh death) થયું છે. દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓનું નાજુક સ્વાસ્થ્યને કારણે અવસાન થયું છે.
સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
ADVERTISEMENT
મનમોહન સિંહના અવસાન બાદ રાષ્ટ્રીય શોક ફેલાયો છે. દિગ્ગજ નેતાઓએ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. હવે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આજના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. આ સાથે જ કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ૧૧ કલાકે કેબિનેટની બેઠક મળવાની છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર (Manmohan Singh death) સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. આ જે કેબિનેટની બેઠક મળવાની છે તે પીએમ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ યોજાશે. આજના તમામ સરકારી કાર્યક્રમોર રદ કરી નાખવામાં આવ્યા છે.
કોંગ્રેસે પણ તેઓના મહત્વનાં દિવસોની ઉજવણી મોકૂફ રાખીને રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આગામી સાત દિવસ સુધી કોઈ રાષ્ટ્રીય જાહેર કાર્યક્રમો નહીં થાય.
અડધી કાઠીએ ધ્વજ લહેરાવાશે
આ મુદ્દે (Manmohan Singh death) પાર્ટીના મહાસચિવ કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે, "તમામ આંદોલનો અને આઉટરીચ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. પાર્ટીના કાર્યક્રમો 3 જાન્યુઆરી, 2025ના રોજ ફરી શરૂ થશે. યાં સુધી આ શોકના સમયગાળા દરમિયાન પાર્ટીનો ધ્વજ અડધી કાઠીએ લ્હેરવવામાં આવશે”
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
મનમોહન સિંહના અવસાન (Manmohan Singh death)ના સમાચાર સાંભળતા જ કોંગ્રેસનાં દીગજ નેતાઓએ દિલ્હી તરફ દોટ મૂકી છે. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ મોડી રાત્રે બેલગવીથી દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત મનમોહન સિંહના નિવાસસ્થાને તેઓ પહોંચ્યા હતા. આ સાથે જ સોનિયા ગાંધી પણ સ્વર્ગસ્થ મનમોહન સિંહના ઘરેથી રવાના થયા હતા. સોનિયા ગાંધી મનમોહન સિંહના ઘરેથી નીકળી ગયા છે. થોડા સમય પહેલા પૂર્વ પીએમના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો છે.
મનમોહન સિંહના પાર્થિવ દેહને દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાંથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. એવી માહિતી છે કે તેઓના પાર્થિવ દેહને અહીં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ પાર્ટીનાં કાર્યાલય ખાતે પણ લઈ જવાશે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
તેઓનો નશ્વર દેહ હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો હતો. ડો. મનમોહન સિંહના નિવાસસ્થાનને જોડતા જનપથ રોડના બંને છેડે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
કોંગ્રેસનાં એક્સ પેજ પર લખવામાં આવ્યું છે કે,” ઈતિહાસ ડૉ. મનમોહન સિંહજીને તેમના ગૌરવપૂર્ણ આચરણ, જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા, અપાર જ્ઞાન અને નમ્રતા માટે હંમેશા યાદ રાખશે. તેઓએ આર્થિક સુધારા, રાષ્ટ્રીય સ્થિરતા અને દરેક ભારતીયના જીવનને ઉત્થાન માટે સમર્પણનો વારસો પાછળ છોડ્યો છે.”