Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જુનૈદ ખાન અને ખુશી કપૂર ‘લવાયાપા’ કરવા તૈયાર, આ તારીખે રિલીઝ થશે રૉમ-કૉમ ફિલ્મ

જુનૈદ ખાન અને ખુશી કપૂર ‘લવાયાપા’ કરવા તૈયાર, આ તારીખે રિલીઝ થશે રૉમ-કૉમ ફિલ્મ

Published : 27 December, 2024 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Loveyapa Release Date: જુનૈદ ખાન અને ખુશી કપૂર સ્ટારર આગામી ફિલમનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મને દિગ્દર્શન અદ્વૈત ચંદન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને આ ફિલ્મનું નામ ‘લવાયાપા’ એમ રાખવામાં આવ્યું છે.

લવાયાપાનું પોસ્ટર

લવાયાપાનું પોસ્ટર


ફેન્ટમ સ્ટુડિયો અને એજીએસ એન્ટરટેઈનમેન્ટે આમિર ખાનના (Loveyapa Release Date) દીકરા જુનૈદ ખાન અને બૉલિવૂડ અભિનેત્રી જાહ્ન્વી કપૂરની બહેન ખુશી કપૂર એકસાથે ફિલ્મમાં જોવા મળવાના છે. ખુશી કપૂર અને જુનૈદ ખાનની જોડી બૉલિવૂડમાં તેમનું ડેબ્યૂ કરવા જઈ રહી છે. જુનૈદ ખાન અને ખુશી કપૂર સ્ટારર આગામી ફિલમનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મને દિગ્દર્શન અદ્વૈત ચંદન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને આ ફિલ્મનું નામ ‘લવાયાપા’ એમ રાખવામાં આવ્યું છે.


જુનૈદ ખાન અને ખુશી કપૂર (Loveyapa Release Date) સ્ટારર ‘લવાયાપા’ એક રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ ચેજે મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મની યંગ અને ફ્રેશ એનર્જી કાસ્ટ દર્શકોને જરૂર પસંદ આવશે એવી મેકર્સને આશા છે. આ ફિલ્મથી લોકો બૉલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે ઉભરતા સ્ટાર્સ વચ્ચેની એકદમ જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બન્ને યંગ સ્ટાર્સની જોદધિ જોડી આધુનિક સમયની રોમેન્ટિક-કૉમેડી ફિલ્મને એક નવી સ્ટાઈલ આપવા જઈ રહી છે.



‘લવયાપા’ (Loveyapa Release Date) આ ફિલ્મ પ્રેમ અને તેની ગૂંચવણોની વાર્તા છે, જે આનંદ અને હાસ્યથી ભરેલી છે. આ ફિલ્મ દર્શકો માટે એક ખાસ ભેટ બનવા જઈ રહી છે. બે મોટા અને શક્તિશાળી પ્રોડક્શન હાઉસ ફેન્ટમ સ્ટુડિયો અને એજીએસ એન્ટરટેઈનમેન્ટ આ મોટા ફિલ્મ પ્રોજેક્ટને સમર્થન આપી રહ્યા છે. ફેન્ટમ સ્ટુડિયો હંમેશા શાનદાર હિટ ફિલ્મો બનાવવા માટે ખૂબ જ જાણીતું નામ છે, જ્યારે AGS એન્ટરટેઈનમેન્ટે પણ ઘણી હિટ ફિલ્મો આપી છે. આ બન્નેના સાથે આવવાથી ‘લવયાપા’માં ખાસ ઉત્સાહ અને ઉર્જા જોવા મળશે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Phantom Studios (@fuhsephantom)


‘લાવયાપા’ એક હૃદયસ્પર્શી વાર્તા, તારાકીય પ્રદર્શન, મનોરંજક સંગીત અને સુંદર દ્રશ્યોથી ભરપૂર આધુનિક રોમાંસ છે. આ ફિલ્મ પ્રેમના દરેક પાસાને સેલિબ્રેટ કરે છે અને તમામ ઉંમરના દર્શકો સાથે જોડાઈ તેમને મનોરંજન પૂરું પાડવા માટે તૈયાર છે. ‘લવયાપા’ 2025ની (Loveyapa Release Date) સૌથી રોમાંચક ફિલ્મોમાંથી એક બનવા જઈ રહી છે. તેથી, આ સુંદર લવ સ્ટોરી સાથે જાદુઈ પ્રવાસ પર જવા માટે 7મી ફેબ્રુઆરી 2025ના રોજ દેશભરના થિયેટરો અને મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થવા જઈ રહી છે.

ખુશી અને અર્જુન કપૂર સાથે ફિલ્મમાં કામ કરશે એવી પણ ચર્ચા છે. ખુશી અને અર્જુને તેમની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર એકસરખો ફોટો શૅર કરીને લોકોમાં કુતૂહલ જગાવી હતી. ખુશીએ ઝોયા અખ્તરની ‘આર્ચીસ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ખુશીની હજી સુધી એક પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ નથી થઈ. જુનૈદ ખાનના ફિલ્મ કરિયરની વાત કરીઉતે કરીયે તો તેને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Loveyapa Release Date) પર રિલીઝ થઈ હતી જે બાદ તેને ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. આ ફિલ્મમાં જુનૈદના રોલના પણ ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2024 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK