° °

આજનું ઇ-પેપર
Sunday, 26 June, 2022


‘દુનિયાનું નેતૃત્વ કરતો’ મોદીનો ફોટોગ્રાફ વાઇરલ 

25 May, 2022 09:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકા, જપાન અને ઑસ્ટ્રેલિયાના નેતાઓ ક્વૉડની મીટિંગ માટે ટોક્યોમાં એકત્ર થયા હતા.

‘દુનિયાનું નેતૃત્વ કરતો’ મોદીનો ફોટોગ્રાફ વાઇરલ 

‘દુનિયાનું નેતૃત્વ કરતો’ મોદીનો ફોટોગ્રાફ વાઇરલ 


વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકા, જપાન અને ઑસ્ટ્રેલિયાના નેતાઓ ક્વૉડની મીટિંગ માટે ટોક્યોમાં એકત્ર થયા હતા. આ મીટિંગ દરમ્યાનનો એક ફોટોગ્રાફ અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એમાં આ નેતાઓનું એક ગ્રુપ પગથિયાં ઊતરી રહ્યું હતું અને એમાં સૌથી આગળ મોદી જોવા મળ્યા હતા. બીજેપીના નેતા અમિત માલવિયાએ આ ફોટોગ્રાફ ટ્વીટ કરીને કૅપ્શન લખી હતી કે ‘દુનિયાનું નેતૃત્વ. એક તસવીર હજાર શબ્દો બરાબર છે.’ બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ આ ફોટોગ્રાફ ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘વિશ્વગુરુ ભારત.’

ચીને ‘આર્થિક નાટો’નો વિરોધ કર્યો 

અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને વ્યાપારિક, આર્થિક અને રોકાણની તકો વધારવા માટે હિન્દ-પ્રશાંત ક્ષેત્રના ભારત સહિત ૧૨ દેશોની સાથે 
નવા વેપાર કરાર માટે શરૂઆત કરી છે. ચીન આ કરારને આ ક્ષેત્રમાં તેના વર્ચસ્વને જોખમ તરીકે જુએ છે, એની સામે એણે વાંધો પણ ઉઠાવ્યો હતો. ચીનના સરકારી મીડિયાએ એને ‘આર્થિક નાટો’ ગણાવ્યું હતું. અમેરિકાની આ પહેલમાં ઑસ્ટ્રેલિયા, બ્રુનેઈ, દારુસલેમ, ભારત, ઇન્ડોનેશિયા, જપાન, રિપબ્લિક ઑફ કોરિયા, મલેશિયા, ન્યુ ઝીલૅન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલૅન્ડ અને વિયેટનામ જોડાયા છે. 

મોદીએ ક્વૉડ ફેલોશિપ પ્રોગ્રામ માટે ભારતીય સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વૉડ ફેલોશિપ પ્રોગ્રામ માટે એપ્લાય કરવા ભારતીય સ્ટુડન્ટ્સને ગઈ કાલે પ્રોત્સાહિત કર્યા હતા. ઑસ્ટ્રેલિયા, ભારત, જપાન અને અમેરિકાએ ગઈ કાલે ટોક્યોમાં ક્વૉડ ફેલોશિપનો આરંભ કર્યો હતો. જેમાં આ દેશોમાંથી ૧૦૦ સ્ટુડન્ટ્સને સ્ટેમ (સાયન્સ, ટૅક, એન્જિનિયરિંગ અને મૅથ્સ)માં ગ્રેજ્યુએશન ડિગ્રી માટે અમેરિકામાં ભણવા માટે સ્પોન્સર કરવામાં આવશે. આ અનોખું સ્કોલરશિપ પ્રોગ્રામ ઑસ્ટ્રેલિયા, ભારત, જપાન અને અમેરિકાના ટેલન્ટેડ સ્ટુડન્ટ્સને સાથે લાવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે ‘ક્વૉડ ફેલોશિપ પ્રોગ્રામ એ વન્ડરફુલ અને યુનિક પહેલ છે. આ પ્રતિષ્ઠિત ફેલોશિપ આપણા સ્ટુડન્ટ્સને ગ્રેજ્યુએટ અને ડૉક્ટરેટ પ્રોગ્રામ્સ માટે મહાન તકો પૂરી પાડશે.’

25 May, 2022 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

CM યોગીના વિમાન સાથે પક્ષી ટકરાયું, વારાણસીમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ના હેલિકોપ્ટરનું વારાણસીમાં અચાનક ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું.

26 June, 2022 11:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

પીએમ મોદી જર્મની અને યુએઈમાં ૧૨થી વધુ ગ્લોબલ લીડર્સને મળશે

ઉપરાંત તેમના ૧૫થી વધુ હેક્ટિક કાર્યક્રમો રહેશે

26 June, 2022 09:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મોદીજીની પણ પૂછપરછ થઈ ત્યારે કોઈએ ધરણાં-પ્રદર્શન નહોતાં કર્યાં

અમિત શાહે ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધમાં કૉન્ગ્રેસના સત્યાગ્રહના મામલે કટાક્ષમાં આમ જણાવ્યું

26 June, 2022 09:26 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK