Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાંથી મૉન્સૂનની અલવિદા, ૨૦૦૨ બાદ ચોમાસાએ વહેલી વિદાય લીધી

દિલ્હીમાંથી મૉન્સૂનની અલવિદા, ૨૦૦૨ બાદ ચોમાસાએ વહેલી વિદાય લીધી

Published : 24 September, 2026 11:50 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી અને વાયવ્ય ભારતના અન્ય ભાગોમાં ધીમે-ધીમે સૂકું હવામાન છવાઈ જવાની શક્યતા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગઈ કાલે ૨૩ સપ્ટેમ્બરે દિલ્હીમાંથી સાઉથવેસ્ટ મૉન્સૂનની વિદાય થઈ ગઈ છે. વર્ષ ૨૦૦૨માં ચોમાસાએ ૨૦ સપ્ટેમ્બરે વિદાય લીધી હતી, ત્યાર બાદ દિલ્હીમાંથી ચોમાસાની આ સૌથી વહેલી વિદાય છે. ચોમાસું પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારો તેમ જ ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી પણ પાછું ફરી ગયું છે. હવે જેમ-જેમ ચોમાસું દૂર જઈ રહ્યું છે એમ દિલ્હી અને વાયવ્ય ભારતના અન્ય ભાગોમાં ધીમે-ધીમે સૂકું હવામાન છવાઈ જવાની શક્યતા છે.
ચોમાસાની વિદાયનો અર્થ એવો નથી કે દરેક જગ્યાએ વરસાદ તરત જ બંધ થઈ જાય છે. હવામાન વિભાગ વરસાદમાં લાંબા સમયનો વિરામ, ભેજનું ઘટતું પ્રમાણ અને વાતાવરણના નીચલા સ્તરમાં ‘અૅન્ટિસાઇક્લોન’ની રચના જેવી વિવિધ હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા બાદ જ ચોમાસાની વિદાયની જાહેરાત કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 11:50 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK