Mumbai News: આ વિચિત્ર વર્તન લિફ્ટના સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. ફૂટેજને આધારે ડિલિવરીબોયની પોલીસે ધરપકડ કરી છે.
વાઈરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મુંબઈના વિરારમાં એક અજીબ કિસ્સો (Mumbai News) બન્યો છે. અહીં કોઈ સામાનની ડિલિવરી કરવા આવેલા શખ્સે બિલ્ડીંગના લીફ્ટમાં જ પેશાબ કરી નાખ્યો હતો. આ વિચિત્ર વર્તન લિફ્ટના સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. ફૂટેજને આધારે ડિલિવરીબોયની પોલીસે ધરપકડ કરી છે.
આ વિચિત્ર વર્તનનો વિડિયો (Mumbai News) સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. ન માત્ર બિલ્ડીંગના રહેવાસીઓ પરંતુ અનેક લોકો ડિલિવરીબોયની આ વિચિત્ર હરકત બાબતે રોષ ઠાલવી રહ્યાં છે.
ADVERTISEMENT
રિપોર્ટ પ્રમાણે બ્લિંકિટ કંપનીના ડિલિવરીબોયે વિરાર વેસ્ટની એક રહેણાંક બિલ્ડિંગની લિફ્ટમાં પેશાબ કર્યો હતો. આ ઘટનાનો વિડિયો સામે આવતાં જ રહેવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ બનાવ 18 જુલાઈના રોજ વિરારમાં આવેલ સીડી ગુરૂદેવ નામની બિલ્ડિંગમાં બન્યો હતો. લિફ્ટમાં ફિક્સ કરાયેલ સર્વેલન્સ સિસ્ટમમાંથી આ વિચિત્ર વર્તનના ફૂટેજ જોવા મળ્યાં હતા. વિડિયોમાં જોઈ શકાતું હતું કે આ ડિલિવરીબોય ડાબા હાથમાં પાર્સલ પકડીને લિફ્માં એન્ટર થઇ રહ્યો છે. પોતે કેમેરામાં પકડાઈ ન જાય તે માટે પોતાનું મોં કેમેરાથી વિરુદ્ધ દિશામાં ફેરવી લે છે. ત્યારબાદ તે લિફ્ટના ખૂણામાં પેન્ટની ઝિપ ખોલીને પેશાબ કરવા લાગે છે. જોકે, આ વિડિયો પ્રમાણે તો એવું લાગી રહ્યું છે કે તે પોતે લિફ્ટમાં સીસીટીવી કેમેરો હોવા બાબતે માહિતગાર હતો, પણ તેણેપોતાની જાતને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
લોકોએ મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો
View this post on Instagram
જોકે, આ બીના (Mumbai News) ગયા અઠવાડિયે શુક્રવારે બપોરના સમયે બની હતી. પણ, તે બીજા દિવસે લોકોના ધ્યાનમાં આવી હતી. જ્યારે બિલ્ડીંગના રહેવાસીઓએ લિફ્ટની ગંદી વાસ આવવા લાગી અને ત્યાં કોઈએ પેશાબ કર્યો હોવાનું લાગ્યું એટલે બિલ્ડિંગના રહેવાસીઓએ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. આ ફૂટેજમાં જોવા મળ્યું કે બ્લિંકિટ-બ્રાન્ડેડ જેકેટમાં આવેલા શખ્સે આ કૃત્ય કર્યું છે. ત્યારબાદ બિલ્ડીંગના રહેવાસીઓએ આ ડિલિવરી એજન્ટને પકડવા માટે નજીકના બ્લિંકિટ કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ કૃત્ય કરનાર શખ્સ હાથ લાગ્યો હતો. પોલીસને સોંપતા પહેલા કેટલાક રહેવાસીઓએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો.
પોલીસે શું કહ્યું?
Mumbai News: બિલ્ડીંગના રહેવાસીઓએ આ શખ્સને બરાબરનો પાઠ ભણાવવા માટે પોલીસ ફરિયાદ કરવાનું વિચાર્યું. વિરાર પશ્ચિમના બોલીંજ પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટના મામલે પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે ડિલિવરીબોયનું આ કૃત્ય બિલકુલ યોગ્ય ન જ કહેવાય. પરંતુ, તેની સાથે મારઝુડ કરવા કરતા તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરવી જોઈતી હતી. અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ." જોકે, બ્લિંકિટ કંપની દ્વારા તો આ બનાવ અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

