NIA છેલ્લા કેટલાક દિવસોથી ઘાયલ લોકોનાં નિવેદનો નોંધી રહી છે અને આતંકવાદી સંગઠનોના ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે બાવીસમી એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી છે. આ હુમલાને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત ગણાવાયો છે, જેને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાએ પોતાના ફ્રન્ટ સંગઠન ધ રેસિસન્સ ફ્રન્ટ (TRF) દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. હવે આ હુમલાની તપાસ IG વિજય સાખરેના નેતૃત્વમાં NIAની ટીમ કરશે, જે અંગે ગૃહમંત્રાલયે આદેશ જાહેર કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર NIA હવે જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી કેસ પોતાના હાથમાં લેવાની પ્રક્રિયામાં છે. NIA છેલ્લા કેટલાક દિવસોથી ઘાયલ લોકોનાં નિવેદનો નોંધી રહી છે અને આતંકવાદી સંગઠનોના ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે.

