Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નીતીશ કુમારના દીકરા નિશાંત કુમારે JDUમાં પ્રવેશ કર્યો

નીતીશ કુમારના દીકરા નિશાંત કુમારે JDUમાં પ્રવેશ કર્યો

Published : 09 March, 2026 03:05 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના દીકરા નિશાંત કુમાર ગઈ કાલે જનતા દલ યુનાઇટેડમાં જોડાયા એ પછી રાજ્યભરમાં તેમના સમર્થનમાં નારા લાગ્યા હતા. પટનામાં તેમના સમર્થકો ‘નિશાંત હૈ તો નિશ્ચિંત હૈં’નાં પોસ્ટરો સાથે જોવા મળ્યાં હતાં. 

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારે પટનાસ્થિત પાર્ટી મુખ્યાલયમાં જનતા દલ યુનાઇટેડ (JDU)માં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો, જેનાથી બિહારના રાજકારણમાં તેમનો ઔપચારિક પ્રવેશ થયો હતો. લાંબા સમય સુધી રાજકારણથી દૂર રહેલા નિશાંતે તેમના પિતા દ્વારા રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવ્યાના થોડા દિવસો પછી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

૫૦ વર્ષના નિશાંત કુમારે પાર્ટીના નૅશનલ વર્કિંગ પ્રેસિડન્ટ સંજય ઝા પાસેથી પાર્ટીનું સભ્યપદ લઈને ઔપચારિક રીતે પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન લાલન સિંહ, બિહારના નાયબ મુખ્ય પ્રધાન વિજય ચૌધરી સહિત JDUના ઘણા મોટા નેતાઓ અને પાર્ટીના ઘણા કાર્યકરો હાજર રહ્યા હતા. જોકે નીતીશ કુમાર હાજર રહ્યા નહોતા. નિશાંતે પછીથી પિતા નીતીશકુમારનું મોઢું મીઠું કરાવીને પોતાના રાજકારણ-પ્રવેશની ઉજવણી કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 03:05 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK