Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૅબ-ડ્રાઇવર થાકીને પાછળની સીટ પર સૂઈ ગયો, પૅસેન્જર જાતે ડ્રાઇવ કરીને લખનઉ પહોંચ્યો

કૅબ-ડ્રાઇવર થાકીને પાછળની સીટ પર સૂઈ ગયો, પૅસેન્જર જાતે ડ્રાઇવ કરીને લખનઉ પહોંચ્યો

Published : 16 September, 2026 12:08 PM | Modified : 16 September, 2026 12:15 PM | IST | Noida
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવ મિશ્રા નામના યુવકે જોયું કે તેનો કૅબ-ડ્રાઇવર સતત ગાડી ચલાવીને ખૂબ જ થાકી ગયો છે એટલે તેણે ગુસ્સો કરવા કે ફરિયાદ કરવાને બદલે સ્ટીઅરિંગ પોતાના હાથમાં લઈ લીધું

આ સમગ્ર પ્રવાસનો વિડિયો શિવે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો

અજબ ગજબ

આ સમગ્ર પ્રવાસનો વિડિયો શિવે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો


નોએડાથી લખનઉ જઈ રહેલા એક કૅબ-પૅસેન્જર યુવકે માનવતા અને સમજદારીનું એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેને જોઈને સોશ્યલ મીડિયા પર લોકો તેની પ્રશંસા કરતાં થાકતા નથી. શિવ મિશ્રા નામના યુવકે જોયું કે તેનો કૅબ-ડ્રાઇવર સતત ગાડી ચલાવીને ખૂબ જ થાકી ગયો છે એટલે તેણે ગુસ્સો કરવા કે ફરિયાદ કરવાને બદલે સ્ટીઅરિંગ પોતાના હાથમાં લઈ લીધું અને ડ્રાઇવરને પાછળની સીટ પર આરામથી સૂઈ જવા દીધો. આ સમગ્ર પ્રવાસનો વિડિયો શિવે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે શિવ પોતે ડ્રાઇવિંગ-સીટ પર બેસીને કાર ચલાવી રહ્યો છે, બાજુમાં તેનો ભાઈ બેઠો છે અને થાકેલો કૅબ-ડ્રાઇવર પાછળની સીટ પર આરામથી ઊંઘી રહ્યો છે. તે કહે છે, ‘ડ્રાઇવર ગઈ કાલથી સતત ગાડી ચલાવી રહ્યો હતો અને ખૂબ જ થાકી ગયો હતો. આવા સમયે હું જીદ કરી શકતો હતો કે મેં પૈસા ચૂકવ્યા છે એટલે તારે જ ગાડી ચલાવવી પડશે, પણ મેં ગુસ્સો કરવાને બદલે આ સ્થિતિને એક ઍડ્વેન્ચર ગણીને જાતે ડ્રાઇવિંગ કરવાનું નક્કી કર્યું.’ ઊંઘ કે થાકની હાલતમાં ડ્રાઇવિંગ કરવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે એટલે શિવના આ પગલાથી મુસાફરો અને ડ્રાઇવર બન્ને સુરક્ષિત રહ્યા.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 12:15 PM IST | Noida | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK