લદ્દાખના દ્રાસ સેક્ટરમાં ગઈ કાલે એક પિક-અપ વૅન નદીમાં પડી જતાં બે જણ એમાં ફસાઈ ગયા હતા અને મદદની રાહ જોઈ રહ્યા હતા
નદીમાં ખાબકેલા બે જણનું બચાવકાર્ય જોતા કિરેન રિજિજુ.
લદ્દાખના દ્રાસ સેક્ટરમાં ગઈ કાલે એક પિક-અપ વૅન નદીમાં પડી જતાં બે જણ એમાં ફસાઈ ગયા હતા અને મદદની રાહ જોઈ રહ્યા હતા.
ADVERTISEMENT
એ સમયે જ કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુનો કાફલો ત્યાંથી પસાર થયો હતો. તેમણે બે જણને નદીમાં ફસાયેલા જોઈને કાફલાને રોક્યો હતો અને બન્ને જણને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. બન્નેને યોગ્ય સમયે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

