PM Narendra Modi Podcast: અમેરિકન પૉડકાસ્ટર લેક્સ ફ્રિડમેન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પૉડકાસ્ટ માટે વાયરલ થયો છે. તેણે પૉડકાસ્ટ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો કે તે 45 કલાક સુધી ઉપવાસ પર રહ્યો હતો.
લેક્સ ફ્રિડમેન અને પ્રધાનમંત્રી મોદીનો પૉડકાસ્ટ (સૌજન્ય: PTI)
કી હાઇલાઇટ્સ
- નરેન્દ્ર મોદીને મળતાં પહલે લેક્સ ફ્રીડમેને કર્યો 45 કલાકનો ઉપવાસ.
- PM મોદીએ ઉપવાસને `સન્માનનો સંકેત` ગણાવી આભાર માન્યો
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપવાસના આધ્યાત્મિક અને માનસિક ફાયદા અંગે વાત કરી
અમેરિકન પૉડકાસ્ટર લેક્સ ફ્રિડમેન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પૉડકાસ્ટ માટે ચર્ચામાં છવાયેલો છે. લેક્સ ફ્રીડમેન, જે 2018થી પૉડકાસ્ટ હોસ્ટ કરી રહ્યો છે, તે એક વૈશ્વિક ટૉક શો બની ગયો છે. આ પૉડકાસ્ટ એટલો વાયરલ થયો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પણ પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.
ADVERTISEMENT
લેક્સ ફ્રિડમેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પૉડકાસ્ટ પહેલા ઉપવાસ રાખ્યો હતો. તેણે પૉડકાસ્ટ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો કે તે 45 કલાક સુધી ઉપવાસ પર રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે ફક્ત પાણી પીધું હતું અને અન્ય કોઈ ખોરાકનું સેવન કર્યું ન હતું. ફ્રિડમેને જણાવ્યું કે તેણે આ ઉપવાસ યોગ્ય માનસિક સ્થિતિમાં અને આધ્યાત્મિક અનુભવ માટે રાખ્યો હતો.
ફ્રિડમેનના ઉપવાસ પર PM મોદીની પ્રતિક્રિયા
ફ્રિડમેનના આ અનોખા નિર્ણય પર વડા પ્રધાન મોદીએ હસીને તેનો આભાર માન્યો. નરેન્દ્ર મોદીએ આ ઉપવાસને તેમના માટે સ્નેહભર્યો સંકેત ગણાવ્યો. આ તકે પ્રધાનમંત્રી મોદીએ પોતાના પણ ઉપવાસના અનુભવો અને તેના આધ્યાત્મિક મહત્ત્વ વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે ઉપવાસને કારણે તેમની ઇન્દ્રિયોથી લઈને માનસિક શક્તિ પણ વધુ તેજ થાય છે. પ્રધાનમંત્રી મોદીએ ઉપવાસથી થતા ફાયદા અંગે વાત કરી. તેમણે કહ્યું કે, `ઉપવાસ એ ભારતની પરંપરા છે જે માનસિક અને શારીરિક ઊર્જાને બમણી કરી દે છે.` ફ્રિડમેનના આ ખાસ પગલાં માટે PM મોદીએ ફરીથી તેમનો આભાર માન્યો હતો.
ફ્રિડમેને કેમ કર્યો ઉપવાસ?
લેક્સ ફ્રિડમેને પ્રધાનમંત્રી મોદી સાથેના પૉડકાસ્ટમાં જણાવ્યું કે તેણે આ ખાસ ઇન્ટરવ્યુ માટે 45 કલાકનો ઉપવાસ રાખ્યો હતો. તેણે જણાવ્યું કે, `મારે પીએમ મોદી સાથેની વાતચીત માટે આધ્યાત્મિક રીતે તૈયાર થવું હતું અને મારી માનસિક સ્થિતિ યોગ્ય રહે એ માટે આ ઉપવાસ રાખ્યો હતો.`
પ્રધાનમંત્રી મોદીએ પોતાના અનુભવ વિશે શું કહ્યું?
ફ્રિડમેનના ઉપવાસ પર પ્રતિક્રિયા આપતા વડા પ્રધાન મોદીએ કહ્યું, `મારી સાથે મુલાકાત કરવા માટે તમે જે શ્રદ્ધા દર્શાવી તેનો હું ખૂબ આભારી છું.` મોદીએ પોતાના ઉપવાસના અનુભવ વિશે પણ રસપ્રદ વાત કરી. તેમણે કહ્યું કે વર્ષોથી ઉપવાસ કરવું એ તેમના જીવનનો એક ભાગ બની ગયું છે. તેમણે કહ્યું કે, ઉપવાસ કરવાથી અથવા ઉપવાસ કર્યો હોય તે દરમિયાન ઇન્દ્રિયો વધુ સતેજ અનુભવાય છે, આ સિવાય મન વધુ રચનાત્મક અને એકાગ્ર બને છે, નિરીક્ષણ શક્તિ વધે છે અને મન શુદ્ધ થાય છે. મોદીએ ઉપવાસના આધ્યાત્મિક મહત્ત્વ વિશે જણાવ્યું કે, ઉપવાસ માત્ર શારીરિક શુદ્ધતા માટે જ નહીં, પણ માનસિક શુદ્ધિ માટે પણ અત્યંત કારગર છે. PM મોદીએ હિંદુત્વ અંગે જણાવ્યું કે ભારતની ધાર્મિક પરંપરાઓ એ માત્ર ધાર્મિક વિધિ-વિધાનો જ નથી, પણ જીવન જીવવાની રીત છે. તેમણે ભારતીય ધર્મ-શાસ્ત્રોમાં વર્ણવાયેલી જીવનશૈલી અને શારીરિક-માનસિક વિકાસ માટેની વિવિધ રીતો અંગે ચર્ચા કરી, જેમાં ઉપવાસને મહત્ત્વ આપવામાં આવ્યું છે. PM મોદીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે પણ હિંદુત્વને માત્ર પૂજાવિધિ કે ધાર્મિક વિધિ તરીકે જ નહિ, પણ જીવન જીવવાની પદ્ધતિ તરીકે વ્યાખ્યાયિત કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યો.

