Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, ઑપરેશન સિંદૂર વખતે સેનાની માહિતી દુશ્મન દેશને આપતો હતો

પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, ઑપરેશન સિંદૂર વખતે સેનાની માહિતી દુશ્મન દેશને આપતો હતો

Published : 04 June, 2025 11:40 AM | IST | Punjab
Gaurav Sarkar

મોબાઇલમાં ISIના ૨૦થી વધુ નંબર, પાકિસ્તાનના ખાલિસ્તાનીના સંપર્કમાં પણ હતો

ગગનદીપ સિંહ

ગગનદીપ સિંહ


પંજાબ પોલીસની કાઉન્ટર-ઇન્ટેલિજન્સ વિંગે ગઈ કાલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના સંપર્કમાં રહેનારા ગગનદીપ સિંહ ઉર્ફે ગગન નામના જાસૂસની ધરપકડ કરી હતી. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે આરોપીએ ઑપરેશન સિંદૂર દરમ્યાન ભારતીય સેનાની ઍક્ટિવિટી અને ડિપ્લૉયમેન્ટ સંબંધિત સંવેદનશીલ માહિતી દુશ્મન દેશને શૅર કરી હતી જેનાથી દેશની સુરક્ષાને ગંભીર ખતરો પેદા થયો છે. પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળ્યું કે ગગનદીપ સિંહ છેલ્લાં પાંચ વર્ષથી પાકિસ્તાનસ્થિત ખાલિસ્તાની સમર્થક ગોપાલસિંહ ચૌહાણના સંપર્કમાં હતો જેના દ્વારા તેની પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઑફિસર્સ (PIO) સાથે મુલાકાત થઈ હતી. આ સિવાય PIO પાસેથી તેમને ફન્ડિંગ પણ મળ્યું હતું.


આરોપીના મોબાઇલમાં ISIના ૨૦થી વધુ કૉન્ટૅક્ટ : પોલીસ



પોલીસતપાસમાં સામે આવ્યું હતું કે ગગનદીપ સિંહ પાસેથી જપ્ત કરાયેલા મોબાઇલમાં ISIના ૨૦થી વધુ કૉન્ટૅક્ટ નંબર મળ્યા છે. આ સમગ્ર મામલે નાણાકીય અને ટેક્નિકલ તપાસ ચાલી રહી છે જેથી અન્ય સંબંધોને ટ્રેસ કરી શકાય અને આ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2025 11:40 AM IST | Punjab | Gaurav Sarkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK