Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Rishikesh News: રુદ્રપ્રયાગમાં જબરદસ્ત લૅન્ડસ્લાઇડ! રસ્તામાં ફસાયા તીર્થયાત્રાળુઓ- ટ્રાફિક જૅમ

Rishikesh News: રુદ્રપ્રયાગમાં જબરદસ્ત લૅન્ડસ્લાઇડ! રસ્તામાં ફસાયા તીર્થયાત્રાળુઓ- ટ્રાફિક જૅમ

Published : 10 July, 2025 10:41 AM | Modified : 11 July, 2025 10:05 AM | IST | Uttarakhand
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rishikesh News: ગુરુવારે સવારે નંદપ્રયાગ નજીક ટેકરી પરથી કાટમાળ ધસી પડવાને કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં અવરોધ પેદા થયો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારે વરસાદને કારણે રુદ્રપ્રયાગ-બદ્રીનાથ રસ્તા પર ભૂસ્ખલન (Rishikesh News) થયું છે. હાલમાં ત્યાં પરિસ્થિતિને ફરીથી પૂર્વવત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઋષિકેશ જઇ રહેલા પેસેન્જર્સ અટવાઈ ગયાં છે. ગઇકાલે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નંદપ્રયાગ ઘાટ નજીક મુખ ગામ પાસે વાદળ ફાટવાની ઘટના બની હતી. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એસડીઆરએફની ટીમ સ્થળ પર મોકલવામાં આવી હતી.


ગત રવિવારે જ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આગામી ચાર દિવસ માટે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. આ પહેલાં ગૌરીકુંડથી લગભગ એક કિલોમીટર આગળ છોડી ગડેરે નજીક ભૂસ્ખલનને કારણે પદયાત્રીઓના માર્ગને નુકસાન પહોંચતા રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ યાત્રાને અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી હતી.



મોન્સુન શરૂ થઈ જતાં જ ઉત્તરભારતના પર્વતીય વિસ્તારોમાં મોટા પાયે ભૂસ્ખલનની ઘટનાઓ (Rishikesh News) સામે આવતી હોય છે. ઘણી જગ્યાએ વાદળ ફટવાની પણ ઘટના જોવા મળતી હોય છે. હવામાન અપત્તિઓને કારણે તીર્થયાત્રામાં આવતા ભક્તોને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. હવે જ્યારે રુદ્રપ્રયાગના માર્ગ પર મોટા પાયે ભૂસ્ખલન થયું હોવાને કારણે યાત્રાળુઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. અત્યારે રસ્તાને રોકી રહેલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.


Rishikesh News: ચમોલી પોલીસે આ બાબતે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે નંદપ્રયાગ નજીક ટેકરી પરથી કાટમાળ ધસી પડવાને કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં અવરોધ પેદા થયો છે. આ સાથે જ રસ્તાની વચ્ચે જ પડેલા કાટમાળના દૃશ્યો પણ ચમોલી પોલીસ દ્વારા શૅર કરવામાં આવ્યા છે. 

નંદપ્રયાગ ટેકરી પરથી કાટમાળ ધસી પડવાને કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જૅમ (Rishikesh News) થઈ ગયો છે. દરમિયાન, કામેડા નજીક જૅમ થયેલા બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગને આજે સવારે 6:35 વાગ્યે કાટમાળ હટાવીને ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદને કારણે રુદ્રપ્રયાગ-બદ્રીનાથ માર્ગ પર ભૂસ્ખલન થયું હોઇ યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પાડી રહી છે.


દિલ્હી-એનસીઆરને પણ મેઘરાજાએ ઘમરોળ્યું

ગઇકાલે મોડી સાંજે અને આજે સવારે પણ દિલ્હી-એનસીઆરમાં વરસાદ જોવા મળ્યો હતો. જોકે, હવામાનમાં પલટો આવવાથી દિલ્હીવાસીઓને રાહત થઈ છે. અમુક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જવાની ઘટના બની હતી. ગઇકાલે સાંજે પ્રગતિ મેદાન, બવાના, કંઝાવલા, રોહિણી સહિત મોટાભાગના વિસ્તારોમાં પ્રમાણમાં સારો એવો વરસાદ થયો હતો.

હવામાન વિભાગે આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો, અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરુગ્રામ અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાની જોરદાર બૅટિંગ શરૂ થઈ ગઈ છે. નોઇડા-ગાઝિયાબાદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે.

જળમગ્ન મહાદેવ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને પગલે અલકનંદા નદીમાં મહાદેવની મૂર્તિ ઑલમોસ્ટ આખી જળમગ્ન થઈ ગઈ હતી.

સવાલાખ રુદ્રાક્ષની સજાવટ શિવલિંગને

શ્રાવણને વધાવવા માટે રાજસ્થાનના બિકાનેરમાં ૧૭ ફુટના શિવલિંગને સવાલાખ રુદ્રાક્ષની સજાવટ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2025 10:05 AM IST | Uttarakhand | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK