બિયાસ નદીનું પાણી પ્રચંડ પ્રવાહ સાથે વહેતાં કુલુ પાસે ચંડીગઢ-મનાલી હાઇવે તૂટી ગયો હતો.
પૂર જેવી સ્થિતિ છતાં અનેક લોકો ગંગામાં હરતાલિકા ત્રીજની પૂજા કરવા માટે આવ્યા હતા અને તેમની સેફ્ટી માટે બૅરિકેડ્સ બનાવવામાં આવ્યાં હતાં.
છેલ્લા ૩૬ કલાકમાં પ્રયાગરાજમાં આઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાથી ગંગા અને યમુના નદીનાં પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં છે. ગંગાનું બે મીટર અને યમુનાનું ત્રણ મીટર જળસ્તર વધી જતાં ૪૫૦ ઘરો જળમગ્ન થઈ ગયાં છે અને ૧૬૦૦ લોકો બેઘર થઈ ગયા છે. જ્યાં મહાકુંભ ભરાયો હતો એ ત્રિવેણી સંગમ છેલ્લા બે મહિનામાં ચોથી વાર ડૂબી ગયો છે. આસપાસનાં ૨૫૫ ગામોના ત્રણ લાખથી વધુ લોકો પર પૂરનો ભય તોળાઈ રહ્યો છે.
બિયાસ નદીનું પાણી પ્રચંડ પ્રવાહ સાથે વહેતાં કુલુ પાસે ચંડીગઢ-મનાલી હાઇવે તૂટી ગયો હતો.
ADVERTISEMENT
માત્ર આગળની દીવાલ બચી, પાછળથી રેસ્ટોરાં ગાયબ
હિમાચલ પ્રદેશમાં પૂર અને ભારે ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે. મનાલીમાં બિયાસ નદીની પાસે આવેલી ફેમસ શેર-એ-પંજાબ રેસ્ટોરાં ધ્વસ્ત થઈ ગઈ હતી, માત્ર એની આગળની દીવાલ બચી હતી.
બડે હનુમાનની મૂર્તિ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને એમના સ્થાનકમાં પણ કેડસમાણાં પાણી ભરાઈ ગયાં છે.

