૨૦૨૫માં HCL ટેક્નૉલૉજીઝના શિવ નાડર અને પરિવારે આપી ૨૭૦૮ કરોડની ચૅરિટી, રોજના ૭.૪ કરોડ રૂપિયા
શિવ નાડર અને તેમની પુત્રી, સુધીર અને સમીર મહેતા
ભારતમાં દાન અને સમાજસેવાની ભાવના સતત મજબૂત થતી આવી છે એનું તાજું ઉદાહરણ છે હુરુન ઇન્ડિયા ફિલૅન્થ્રૉફી લિસ્ટના આંકડાઓ. હુરુન ઇન્ડિયા ડેટા અને પુરાવાઓના આધારે આ પ્રકારના ખાસ રિપોર્ટ તૈયાર કરે છે. આ રિપોર્ટ અંતર્ગત દેશના સૌથી ઉદાર વ્યક્તિ અને પરિવારોની ૨૦૨૫ની યાદી બહાર પડી છે જેમાં આ વર્ષે ભારતના ટોચના દાનવીરોએ ૨૦૨૫માં ૧૦,૩૮૦ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ લિસ્ટમાં ૧૯૧ દાનવીરો છે. આ વર્ષે ૧૨ પરિવારો પહેલી વાર આ લિસ્ટમાં સ્થાન પામ્યા છે. આ વર્ષે લગાતાર ચોથી વાર સૌથી મોટા દાનવીર બન્યા છે HCL ટેક્નૉલૉજીઝના શિવ નાડર અને તેમનો પરિવાર. નાડર પરિવારે કુલ જેટલું દાન આપ્યું છે એ મુજબ રોજના ૭.૪૧ કરોડ રૂપિયાનું દાન થાય છે.
ટૉપ ૧૦ દાનવીરોની યાદીમાં કોણ ક્યાં છે?
ADVERTISEMENT
૧. શિવ નાડર અને પરિવાર (HCL ટેક્નૉલૉજીઝ)ઃ ૨૭૦૮ કરોડ રૂપિયા (દર વર્ષે ૨૬ ટકા વૃદ્ધિ થાય છે)
૨. મુકેશ અંબાણી અને પરિવાર (રિલાયન્સ ફાઉન્ડેશન)ઃ ૬૨૬ કરોડ રૂપિયા
૩. બજાજ પરિવાર (જમના બજાજ ટ્રસ્ટ, કમલનયન જમનાલાલ બજાજ ફાઉન્ડેશન)ઃ ૪૪૬ કરોડ રૂપિયા, દર વર્ષે ૨૭ ટકાની વૃદ્ધિ
૪. કુમાર મંગલમ બિરલા અને પરિવાર (આદિત્ય બિરલા ગ્રુપ)ઃ ૪૪૦ કરોડ રૂપિયા
૫. ગૌતમ અદાણી અને પરિવાર (અદાણી ફાઉન્ડેશન)ઃ ૩૮૬ કરોડ રૂપિયા, ગયા વર્ષ કરતાં ૧૭ ટકા વધારો
૬. નંદન નિલેકણી (નિલેકણી ફિલાન્થ્રૉપીઝ) ઃ ૩૬૫ કરોડ રૂપિયા (ગયા વર્ષ કરતાં ૧૯ ટકા વધારો)
૭. હિન્દુજા પરિવાર (હિન્દુજા ફાઉન્ડેશન)ઃ ૨૯૮ કરોડ રૂપિયા (આ વર્ષે ફરીથી ટૉપ ૧૦માં સ્થાન)
૮. રોહિણી નિલેકણી (રોહિણી નિલેકણી ફિલૅન્થ્રૉપીઝ, એકસ્ટેપ ફાઉન્ડેશન)ઃ ૨૦૪ કરોડ રૂપિયા (ભારતનાં સૌથી ઉદાર મહિલા)
૯. સુધીર અને સમીર મહેતા (UNM ફાઉન્ડેશન)ઃ ૧૮૯ કરોડ રૂપિયા (પહેલી વાર ટૉપ ૧૦માં સ્થાન)
૧૦. સાયરસ પૂનાવાલા અને અદર પૂનાવાલા (વિલ્લુ પૂનાવાલા ફાઉન્ડેશન)ઃ ૧૭૩ કરોડ રૂપિયા


