Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સિક્કિમની ન્યાયવ્યવસ્થાએ રચ્યો ઇતિહાસ, દેશનું સૌપ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર બન્યું

સિક્કિમની ન્યાયવ્યવસ્થાએ રચ્યો ઇતિહાસ, દેશનું સૌપ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર બન્યું

Published : 04 May, 2026 07:33 AM | IST | sikkim
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યની તમામ કોર્ટમાં કાગળનો ઉપયોગ નહીંવત્ થશે, સમગ્ર કામ કમ્પ્યુટર અને ડિજિટલ સિસ્ટમથી થશે

ગૅન્ગટૉકમાં શુક્રવારે મળેલા જુડિશ્યલ સંમેલનમાં જસ્ટિસ સૂર્યકાંતે સિક્કિમને પેપરલેસ ન્યાયતંત્ર જાહેર કર્યું હતું.

ગૅન્ગટૉકમાં શુક્રવારે મળેલા જુડિશ્યલ સંમેલનમાં જસ્ટિસ સૂર્યકાંતે સિક્કિમને પેપરલેસ ન્યાયતંત્ર જાહેર કર્યું હતું.


ભારતીય ન્યાયતંત્રમાં ડિજિટલ ક્રાન્તિ તરફ એક ઐતિહાસિક ડગલું ભરીને સિક્કિમ દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જ્યાં સંપૂર્ણ પેપરલેસ ન્યાયતંત્ર (Digital Judiciary) અમલમાં આવ્યું છે.

ગૅન્ગટૉક ખાતે આયોજિત ‘ટેક્નૉલૉજી ઍન્ડ જુડિશ્યલ એજ્યુકેશન’ વિષય પરના રાષ્ટ્રીય સંમેલન દરમ્યાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંત શર્માએ સત્તાવાર રીતે આ જાહેરાત કરી હતી. 



આનો મતલબ એ છે કે હવે સિક્કિમની કોર્ટોમાં કાગળનો ઉપયોગ બહુ જ ઓછો અથવા તો લગભગ નહીંવત્ જેવો થશે અને તમામ કામ કમ્પ્યુટર અને ડિજિટલ સિસ્ટમથી થશે. આ ઐતિહાસિક પગલું ન્યાયવ્યવસ્થાને સરળ અને ઝડપી બનાવવા માટે લેવામાં આવ્યું છે. 


આ પ્રસંગે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે ‘સિક્કિમ દ્વારા અપનાવવામાં આવેલી આ પેપરલેસ સિસ્ટમ સમગ્ર દેશ માટે એક આદર્શ મૉડલ બનશે. આ ફેરફારથી ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને ખાસ કરીને ભૌગોલિક રીતે દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકો માટે ન્યાય મેળવવો વધુ સરળ અને ઝડપી બનશે. હવે કોર્ટમાં ફાઇલોની હેરફેરને બદલે ઈ-ફાઇલિંગ અને ડિજિટલ રેકૉર્ડ્સનો ઉપયોગ કરવામાં આવશે.’

સિક્કિમ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ એ. મુહમ્મદ મુસ્તાકે પણ આ સિદ્ધિને ઐતિહાસિક ગણાવતાં કહ્યું હતું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડવાનો અને ન્યાય વિતરણ-પ્રણાલીને આધુનિક બનાવવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 07:33 AM IST | sikkim | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK