Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > MMRના પચાસ ટકાથી વધારે ઉદ્યોગો ગંભીર પ્રદૂષણ ફેલાવે છે

MMRના પચાસ ટકાથી વધારે ઉદ્યોગો ગંભીર પ્રદૂષણ ફેલાવે છે

Published : 04 May, 2026 10:14 AM | Modified : 04 May, 2026 10:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૪,૬૯૬ ઔદ્યોગિક એકમોમાંથી ૧૯,૦૦૦ એકમો મધ્યમ અથવા ખૂબ વધુ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા હવા અને પાણીના પ્રદૂષણ વચ્ચે એક ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે. સ્ટેટ એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં આવેલા કુલ ૩૪,૬૯૬ ઔદ્યોગિક એકમોમાંથી પચાસ ટકાથી વધુ, અંદાજે ૧૯,૦૦૦ એકમો મધ્યમ અથવા ખૂબ વધારે પ્રદૂષણ ફેલાવે એવી શ્રેણીમાં આવે છે.

પર્યાવરણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રદૂષણ ફેલાવતા એકમો માનવ-સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર હવે વધુ કડક પગલાં લેવાની તૈયારીમાં છે. વધારે પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગો પર દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પર્યાવરણ વિભાગ આ મુદ્દે અત્યારે માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યો છે જેથી વધતા જતા પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય.



કયા વિસ્તારમાં કેટલાં ઇન્ડસ્ટ્રિયલ યુનિટ્સ છે?


કલ્યાણ : ૮૮૭૨
મુંબઈ : ૭૪૩૭
નવી મુંબઈ : ૭૩૧૯
થાણે-પાલઘર : ૭૩૧૨
રાયગડ : ૩ ,૭૫૬

અતિશય પ્રદૂષણ ફેલાવતાં યુનિટ્સ : ૮૫૦૦ 
મધ્યમ શ્રેણીનું પ્રદૂષણ ફેલાવતાં યુનિટ્સ : ૧૦,૫૪૭ 
ઓછું પ્રદૂષણ ફેલાવતાં યુનિટ્સ : ૧૧,૫૯૪ 
સામાન્ય પ્રદૂષણ ફેલાવતાં યુનિટ્સ : ૪૦૫૫ 


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK