Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનના પીએમને યુવા ઑફિસર સ્નેહા દુબેનો જવાબ

પાકિસ્તાનના પીએમને યુવા ઑફિસર સ્નેહા દુબેનો જવાબ

26 September, 2021 12:20 PM IST | New York
Agency

સ્નેહાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો આખો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે તેમાં એ હિસ્સો પણ સામેલ છે જે પાકિસ્તાને ગેરકાયદે પડાવી લીધો છે. 

અમેરિકાના ન્યુ યૉર્કમાં યોજાયેલા યુએનજીસીમાં વકતવ્ય આપતાં ભારતનાં ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબે.

અમેરિકાના ન્યુ યૉર્કમાં યોજાયેલા યુએનજીસીમાં વકતવ્ય આપતાં ભારતનાં ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબે.


ઇમરાન ખાનનો તેમના ભાષણ પર ભારતની ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ બરાબરનો ઉધડો લીધો. તેમણે કહ્યું કે આ પહેલી વખત નથી બન્યું જ્યારે પાકિસ્તાની નેતાએ યુનોના મંચનો ઉપયોગ ભારત વિરુદ્ધ ગંદા અને ખોટા પ્રોપગેન્ડા ફેલાવવા માટે કર્યો હોય અને બેકારમાં દુનિયાનું ધ્યાન પોતાના દેશની બગડતી સ્થિતિને હટાવવાની કોશિશ કરી છે. જ્યાં આતંકવાદીઓ આરામથી રહે છે જ્યારે સામાન્ય લોકો ખાસ કરીને લઘુમતીઓનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. સ્નેહાએ કહ્યું હતું કે સભ્યો જાણે છે કે પાકિસ્તાનનો ઇતિહાસ અને નીતિ આતંકવાદીઓને આશરો, મદદ અને ખુલ્લેઆમ સપોર્ટ કરવાનો છે. 
આ એવો દેશ છે જેના માટે આખી દુનિયાએ માન્યું છે કે અહીં સરકારી નીતિ જ આતંકવાદીઓને સપોર્ટ, ટ્રેઇનિંગ, નાણાકીય અને હથિયારોમાં મદદ કરવાની રહી છે. તેમનો શરમજનક રેકૉર્ડ યુનોમાં ઓળખાયેલ આતંકવાદીઓને આશરો આપનાર રહ્યો છે. સ્નેહાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો આખો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે તેમાં એ હિસ્સો પણ સામેલ છે જે પાકિસ્તાને ગેરકાયદે પડાવી લીધો છે. 
અમે પાકિસ્તાનને આ વિસ્તાર ખાલી કરવાની માગણી કરીએ છીએ. ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું પરંતુ સ્નેહા દુબેએ પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી. સંયુકત રાષ્ટ્ર મહાસભાના ૭૬મા સત્રમાં ભાષણ દરમ્યાન કાશ્મીરના મુદ્દા પર ઇમરાન ખાને ભારતને ઘેરવાની કોશિશ કરી તો સ્નેહાએ તેમને અરીસો દેખાડી દીધો. સ્નેહા દુબેએ યાદ અપાવી કે પાકિસ્તાનની જમીન પર આતંકવાદ ઉછરે છે લોકો સ્નેહા દુબે કોણ છે? તે જાણવાની કોશિશ કરી રહ્યા છે. સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ ૨૦૧૧ની સાલમાં પહેલાં જ પ્રયાસમાં સિવિલ સર્વિસિસની પરીક્ષા પાસ કરી હતી. તેઓ ૨૦૧૨ની બેચનાં મહિલા અધિકારી છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2021 12:20 PM IST | New York | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK