Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરકારે પ્લેનનાં ભાડાંને કન્ટ્રોલ કરવા માટેના નિયમોને આખરી ઓપ દીધો છે

સરકારે પ્લેનનાં ભાડાંને કન્ટ્રોલ કરવા માટેના નિયમોને આખરી ઓપ દીધો છે

Published : 17 October, 2026 08:48 AM | Modified : 17 October, 2026 08:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે બે અઠવાડિયાંમાં એની જાહેરાત કરાશે, તહેવારોની મોસમ નજીક આવે ત્યારે ઍરલાઇનો મનસ્વી અને અતિશય ઊંચાં ભાડાં વસૂલ કરે છે એના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી હતી અને એના પર ગઈ કાલે સુનાવણી થઈ હતી.

ફ્લાઈટ

ફ્લાઈટ


તહેવારોની મોસમ નજીક આવે ત્યારે ઍરલાઇનો મનસ્વી અને અતિશય ઊંચાં ભાડાં વસૂલ કરે છે એના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી હતી અને એના પર ગઈ કાલે સુનાવણી થઈ હતી. આ સમયે સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી કે સરકારે વિમાનનાં ભાડાંનું નિયમન કરવા માટેના નિયમોને આખરી ઓપ આપી દીધો છે અને બે અઠવાડિયાંની અંદર એને જાહેર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો કે ૧૬ નવેમ્બર સુધીમાં આ નિયમો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે; આ તારીખે જ આ કેસમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ વિક્રમ નાથ, આર. મહાદેવન અને અપરેશ સિંહની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચને જણાવ્યું હતું કે નિયમોને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને એને વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. 
ઑગસ્ટ મહિનામાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે જે ઍરલાઇન્સ નિયમોનું પાલન ન કરે એની કામગીરી અટકાવી દેવી જોઈએ, એનાં વિમાનોને ગ્રાઉન્ડ કરી દેવાં જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK