Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચીન સાથે મળીને વિકાસ કરીશું, ભારત સાથેના સંબંધોમાં દેશનું હિત સર્વોપરી રહેશે

ચીન સાથે મળીને વિકાસ કરીશું, ભારત સાથેના સંબંધોમાં દેશનું હિત સર્વોપરી રહેશે

Published : 15 February, 2026 11:57 AM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી BNPના અધ્યક્ષ તારિક રહમાને વાતવાતમાં કહી દીધું...

તારિક રહમાન

તારિક રહમાન


બંગલાદેશમાં લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ તારિક રહમાને શનિવારે પહેલી વાર મીડિયા સાથે વાતચીત કરી હતી. એ દરમ્યાન તેમણે ભારત-બંગલાદેશના સંબંધો સાથે સંકળાયેલા સવાલો પર ઠંડો પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે ‘અમે બંગલાદેશના હિતને સૌથી ઉપર રાખીશું. અમારી વિદેશનીતિમાં દેશ અને દેશવાસીઓનું હિત સૌથી પહેલાં આવે છે. તેમનાં હિતોની રક્ષા કરીને અમે વિદેશનીતિ નક્કી કરીશું.’

બીજી તરફ ચીન સાથે મળીને કામ કરવાનો ઉત્સાહ અને આશા બતાવતાં તારિક રહમાને કહ્યું હતું કે ‘ચીન બંગલાદેશના વિકાસનું સહયોગી છે. ભવિષ્યમાં બંગલાદેશ અને ચીન સાથે મળીને કામ કરશે.’



શેખ હસીના માટે કાનૂની પ્રક્રિયા 


ભારતમાં શરણ લઈ રહેલાં બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને પાછાં બંગલાદેશમાં લાવવા માટે શું કરવામાં આવશે એવા સવાલના જવાબમાં તારિક રહમાને કહ્યું હતું કે આ સંપૂર્ણપણે કાનૂની પ્રક્રિયા પર નિર્ભર રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 11:57 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK