કેન્દ્ર સરકારે અફવાઓ પર ધ્યાન ન આપવાની હાકલ કરી જનતાને
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર ભારતના ઊર્જાપુરવઠા પર પણ પડી રહી છે ત્યારે રાંધણગૅસનાં સિલિન્ડરમાં ૧૪.૨ કિલોગ્રામને બદલે ૧૦ કિલોગ્રામ ગૅસ ભરવામાં આવશે એવા સમાચારોને સરકારે નકારી કાઢ્યા છે. આવા અહેવાલમાં એવો તર્ક આપવામાં આવતો હતો કે ઓછા વજનનું સિલિન્ડર આપવામાં આવે તો ઘણા લોકોને ગૅસપુરવઠો પૂરો પાડી શકાય, પણ પેટ્રોલિયમ મંત્રાલયના પ્રેસ-બ્રીફિંગમાં જ્યારે પૂછવામાં આવ્યું કે શું સરકાર ગૅસ-સિલિન્ડરની ક્ષમતા ઘટાડીને ૧૦ કિલોગ્રામ કરવાનું વિચારી રહી છે ત્યારે સરકારે કહ્યું હતું કે આવો કોઈ વિચાર કે પ્રસ્તાવ આવ્યો નથી, લોકોએ આવી અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં, આવા અહેવાલ ભ્રામક છે.
