Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રત્નાગિરિમાં ૫૦ ફુટ ઊંડા કૂવામાં પડી ગયેલા બ્લૅક પૅન્થરનો ડ્રામૅટિક બચાવ

રત્નાગિરિમાં ૫૦ ફુટ ઊંડા કૂવામાં પડી ગયેલા બ્લૅક પૅન્થરનો ડ્રામૅટિક બચાવ

Published : 24 March, 2026 07:41 AM | IST | Mumbai
Ranjeet Jadhav | ranjeet.jadhav@mid-day.com

૩૬ કલાકના રેસ્ક્યુ ઑપરેશન બાદ પાણીમાંથી બહાર આવ્યો

કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા પછી બ્લૅક પૅન્થર.

કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા પછી બ્લૅક પૅન્થર.


રત્નાગિરિમાં શિકારનો પીછો કરતી વખતે ૫૦ ફુટ ઊંડા કૂવામાં પડી ગયેલા દુર્લભ બ્લૅક પૅન્થરને ૩૬ કલાકના રેસ્ક્યુ ઑપરેશન બાદ બચાવી લેવામાં આવ્યો હતો. કોળંબે ગામમાં શનિવારે સવારે ૭ વાગ્યે ગામના લોકોએ જોરદાર ગર્જના સાંભળી હતી. તપાસ કરતાં બ્લૅક પૅન્થર કૂવામાં પડી ગયો હોવાની જાણ થઈ હતી.

સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી ત્યાર બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કૂવામાં લગભગ પાંચ ફુટ પાણી હતું અને એક પથરાળ ખાડો હતો જ્યાં બ્લૅક પૅન્થર ફસાયો હતો. રેન્જ ફૉરેસ્ટ ઑફિસરના જણાવવા મુજબ બ્લૅક પૅન્થરને સુરક્ષિત રીતે બચાવવાની પ્રાથમિકતા હતી, પણ આ સ્થળ તેને આરામદાયક લાગ્યું હોવાથી તે ખસતો જ નહોતો. તેને કાઢવા માટે બે પાણીના ટૅન્કર મગાવીને લગભગ ૪૦૦ મીટરના અંતરેથી પાણીનું સ્તર ધીમે-ધીમે વધારવામાં આવ્યું હતું. આખરે એ પાણીમાં આવ્યો ત્યાર બાદ દોરડાનો ઉપયોગ કરીને પાંજરું કૂવામાં નીચે ઉતાર્યું. એમાં બ્લૅક પૅન્થરે પ્રવેશ કરતાં તેને ઉપર ખેંચી લેવાયો. ૨૦ કર્મચારીઓ અને વીસથી વધુ ગામવાસીઓની ભાગીદારીથી આ કામગીરી ૩૬ કલાક ચાલી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 07:41 AM IST | Mumbai | Ranjeet Jadhav

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK