Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યુદ્ધને કારણે એનહાઇડ્રસ અમોનિયા અને સિલિકૉન ઑઇલનો પુરવઠો ખોરવાયો

યુદ્ધને કારણે એનહાઇડ્રસ અમોનિયા અને સિલિકૉન ઑઇલનો પુરવઠો ખોરવાયો

Published : 02 April, 2026 02:19 PM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુદ્ધને કારણે એનહાઇડ્રસ અમોનિયા અને સિલિકૉન ઑઇલનો પુરવઠો ખોરવાયો, દેશમાં કૉન્ડોમની અછત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઈરાન યુદ્ધ દરમ્યાન પેટ્રોકેમિકલ સપ્લાયની ચેઇનમાં અવરોધ ઊભો થવાને કારણે કૉન્ડોમ બનાવવામાં વપરાતા કાચા માલની અછત સર્જાઈ છે, જેને કારણે ભારતના ૮૬૦ મિલ્યન ડૉલરના કૉન્ડોમના ઉત્પાદનના ક્ષેત્ર પર અસર પડી છે, જે વાર્ષિક ૪૦૦ કરોડ યુનિટથી વધુ કૉન્ડોમનું ઉત્પાદન કરે છે. એક અહેવાલમાં જણાવાયું છે કે આ ઉદ્યોગ એનહાઇડ્રસ અમોનિયા અને સિલિકૉન ઑઇલ પર આધાર રાખે છે. આ બે આઇટમોની અછત કૉન્ડોમના ઉત્પાદનમાં વિલંબનું મુખ્ય કારણ બને છે. આની સૌથી મોટી અસર ભારતના કૉન્ડોમ-બજાર પર પડી છે જે અંદાજે ૧૪,૦૦૦ કરોડ રૂપિયા જેટલું છે.

કૉન્ડોમ બનાવવા માટે દેશમાં ૮૬ ટકા એનહાઇડ્રસ અમોનિયા વપરાય છે જે વિદેશથી આયાત કરવામાં આવે છે. આ અમોનિયા મુખ્યત્વે સાઉદી અરેબિયા, કતર અને ઓમાન જેવા ખાડી દેશોમાંથી આવે છે. સિલિકૉન ઑઇલનો પુરવઠો મુખ્યત્વે ચીન અને વૈશ્વિક રિફાઇનરી પ્રક્રિયાઓ સાથે જોડાયેલો છે. વૈશ્વિક લૉજિસ્ટિક્સમાં વિક્ષેપોને કારણે સિલિકૉન ઑઇલના ભાવ આસમાને પહોંચ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 02:19 PM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK