Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઝાંસીમાં ૧૭ લાખ રૂપિયાનાં સિલિન્ડરો ભરેલી ટ્રકની ચોરી, ટ્રકના GPSને પણ તોડી નાખ્યું

ઝાંસીમાં ૧૭ લાખ રૂપિયાનાં સિલિન્ડરો ભરેલી ટ્રકની ચોરી, ટ્રકના GPSને પણ તોડી નાખ્યું

Published : 11 March, 2026 10:52 AM | IST | Jhansi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝાંસીના સિપરીબજાર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં ગૅસ-સિલિન્ડરો ભરેલી ટ્રકની ચોરીની ઘટના નોંધાઈ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઝાંસીના સિપરીબજાર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં ગૅસ-સિલિન્ડરો ભરેલી ટ્રકની ચોરીની ઘટના નોંધાઈ છે. કરાડીસ્થિત ભારત પેટ્રોલિયમના પ્લાન્ટમાંથી ગજનેર (કાનપુર દેહાત) જઈ રહેલી ગૅસ-સિલિન્ડર ભરેલી ટ્રકમાં કુલ ૫૨૪ સિલિન્ડર હતાં, જેની કિંમત આશરે ૧૭,૩૫,૦૫૧ રૂપિયા હતી. ટ્રક-નંબર UP 93 BT 3341 બીજી માર્ચે કરાડીસ્થિત પ્લાન્ટમાંથી નીકળી હતી. હોળીના તહેવારને કારણે ટ્રક પ્લાન્ટની બહાર પાર્ક કરવામાં આવી હતી અને ડ્રાઇવર ઘરે ગયો હતો. ૬ માર્ચે સવારે લગભગ ૧.૦૭ વાગ્યે અજાણી વ્યક્તિઓ ટ્રક લઈને ભાગી ગઈ હતી. ટ્રકની ચોરી કરનારાઓએ એમાં રહેલી GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)ને પણ નુકસાન પહોંચાડ્યું હતું, જેને કારણે ટ્રક ક્યાં છે એ ટ્રૅક થઈ શક્યું નહોતું.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 10:52 AM IST | Jhansi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK