ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે એ વધુ સારું છે જ્યારે નિર્માતાઓ એક જ તારીખે અનાવશ્યક સ્પર્ધા કરવા કરતાં એકબીજાને સહયોગ આપે
ફિલ્મોના પોસ્ટર
વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે અભિનીત રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું દિગ્દર્શન ડેવિડ ધવન કરી રહ્યા છે. ફિલ્મ પહેલાં ૨૦૨૬ની પાંચ જૂને રિલીઝ થવાની હતી, પરંતુ હવે નિર્માતાઓએ એની નવી તારીખ જાહેર કરી છે. હવે આ ફિલ્મ એક અઠવાડિયા પછી એટલે કે ૧૨ જૂને સિનેમાઘરોમાં આવશે.
હકીકતમાં યશની ‘ટૉક્સિક’ પહેલાં ૧૯ માર્ચે ‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથે રિલીઝ થવાની હતી, પરંતુ પછી અચાનક એને ૪ જૂને રિલીઝ કરવાની જાહેરાત કરાઈ હતી.
ADVERTISEMENT
‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ની રિલીઝ આગળ ઠેલવાની જાહેર કરતા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ‘અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમારી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ મૂળ રૂપે પાંચ જૂન માટે નક્કી કરવામાં આવી હતી અને એની જાહેરાત અમે ઘણા મહિના પહેલાં કરી હતી. જોકે તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અમને લાગ્યું કે ફિલ્મની રિલીઝ આગળ ધપાવવી યોગ્ય રહેશે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે એ વધુ સારું છે જ્યારે નિર્માતાઓ એક જ તારીખે અનાવશ્યક સ્પર્ધા કરવા કરતાં એકબીજાને સહયોગ આપે. આ જ ભાવનાથી અમે ફિલ્મની રિલીઝ ૧૨ જૂન સુધી આગળ ધપાવવાનો નિર્ણય લીધો છે જેથી ફિલ્મ દર્શકો સમક્ષ વધુ યોગ્ય સમયે રજૂ થઈ શકે.’
|
મે અને જૂન મહિનામાં રિલીઝ થનારી ફિલ્મો |
|
|
ગબરુ |
પાંચ મે |
|
પતિ પત્ની ઔર વો 2 |
૧૫ મે |
|
ટૉક્સિક |
૪ જૂન |
|
હૈ જવાની તો ઇશ્ક હોના હૈ |
૧૨ જૂન |
|
ઇમ્તિયાઝ અલીની ફિલ્મ |
૧૨ જૂન |
|
વેલકમ ટુ ધ જંગલ |
૨૬ જૂન |
