Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુમાં પંબન રેલવે બ્રિજ પરથી બે પૅસેન્જર દરિયામાં કૂદ્યા; એકનું મોત, મહિલાનો આબાદ બચાવ

તામિલનાડુમાં પંબન રેલવે બ્રિજ પરથી બે પૅસેન્જર દરિયામાં કૂદ્યા; એકનું મોત, મહિલાનો આબાદ બચાવ

Published : 16 November, 2026 09:36 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તામિલનાડુના રામનાથપુરમમાં નવા પંબન રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનમાંથી દરિયામાં કૂદવાના બે અલગ-અલગ કિસ્સા સામે આવ્યા હતા.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


તામિલનાડુના રામનાથપુરમમાં નવા પંબન રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનમાંથી દરિયામાં કૂદવાના બે અલગ-અલગ કિસ્સા સામે આવ્યા હતા.

પહેલી ઘટના શનિવારે રાત્રે બની હતી. રામેશ્વરમથી મદુરાઈ જતી પૅસેન્જર ટ્રેન પંબન બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક અચાનક દરિયામાં કૂદી ગયો હતો. રવિવારે મુલ્લીમુનઈ ટાપુ નજીકથી મરીન પોલીસને તેની બૉડી મળી આવી હતી.



બીજી ઘટના રવિવારે સવારે બની હતી. કેરલમના પલક્કડથી રામેશ્વરમ જતી અમૃતા એક્સપ્રેસ પંબન બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક મહિલા દરિયામાં કૂદી ગઈ હતી. રેલવે પોલીસે જો કે મહિલાને બચાવી લીધી હતી. સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપીને મહિલાને સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અગાઉ પણ આ બ્રિજ પરથી સેલ્ફી કે વિડિયો બનાવતી વખતે પૅસેન્જરના દરિયામાં પડવાના કિસ્સા બન્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 09:36 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK