સેનાના વાઇટ નાઇટ કૉર્ઝના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરને કારણે વધારાનાં દળો તહેનાત કરવામાં આવ્યાં છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
ગઈ કાલે બિહારના ભાગલપુર જિલ્લાના ભીથા ગામમાં શહીદ હવાલદાર સંતોષ કુમારની અંતિમક્રિયા વખતે તેમના પરિવારજનોને રાષ્ટ્રધ્વજ આપતા આર્મીના ઑફિસર.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ગુરુવારે સવારે શરૂ થયેલા એન્કાઉન્ટર હેઠળ સુરક્ષા દળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જોકે આ એન્કાઉન્ટરમાં એક સૈનિક શહીદ થયો હતો. આ એન્કાઉન્ટર કિશ્તવાડના સિંઘપોરા ચટરૂ વિસ્તારમાં થયું હતું, જ્યાં સુરક્ષા દળોએ આતંકવાદીઓના એક જૂથને ઘેરી લીધું હતું.
ગુરુવારે સવારે લગભગ ૭ વાગ્યે સેનાની પૅરા સ્પેશ્યલ ફોર્સ, 11RR, સાતમી આસામ રાઇફલ્સ અને સ્પેશ્યલ ઑપરેશન્સ ગ્રુપ (SOG) કિશ્તવાડની સંયુક્ત ટીમે સિંઘપોરાના જંગલોમાં સર્ચ-ઑપરેશન શરૂ કર્યું હતું. આ દરમ્યાન આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ થતાં જ એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેનાના વાઇટ નાઇટ કૉર્ઝના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરને કારણે વધારાનાં દળો તહેનાત કરવામાં આવ્યાં છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

