Uttar Pradesh News: મુખ્યમંત્રીએ સુરક્ષાના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે દરેકની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવામાં કોઈ કસર રહી જવી ન જોઈએ.
યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર
તાજેતરમાં જ મૌની અમાવસ્યા નિમિત્તે ત્રિવેણી સંગમ ઘાટ પાસે નહાવા ગયેલા શ્રદ્ધાળુઑ વચ્ચે થયેલી ભાગદોડમાં અનેક લોકોના જીવ ગયા (Uttar Pradesh News) હતા. હવે જ્યારે વસંત પંચમીનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મહાકુંભમાં સોમવારે અમૃતસ્નાનનું મહત્વ રહેલું છે. આ અમૃતસ્નાન પહેલાં જ ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા અધિકારીઓને વ્યવસ્થામાં કોઈ પણ ભૂલ ન થાય એ સુનિશ્ચિત કરવા સૂચના આપી દેવામાં આવી છે.
તાજેતરમાં જ બનેલી હોનારત (Uttar Pradesh News) બાદ આદિત્યનાથે રવિવાર અને સોમવાર બંને દિવસોએ સ્નાન પહેલાં, દરમિયાન અથવા પછી કોઈ VIP પ્રોટોકોલ ન રાખવાનો આદેશ પણ આપી દીધો છે.
ADVERTISEMENT
બુધવારે સંગમ સ્થળે જે નાસભાગ થઇ હતી તેમ ઓછામાં ઓછા 30 લોકોના મોત અને 60 લોકો ઘાયલ થયા પછી આ નિર્દેશો આવ્યા હતા. મૌની અમાવસ્યાના શુભ અવસર પર પવિત્ર સ્નાન માટે ઉમટેલા તીર્થયાત્રીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. માટે જ વસંત પંચમીના અમૃતસ્નાનમાં આવી કોઈ ભાગદોડ ન થાય તે માટેના આદેશ આપવામાં આવ્યા છે.
શનિવારે પ્રયાગરાજમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે અખાડાઓની પરંપરાગત `શોભા યાત્રા` ભવ્યતા સાથે યોજવી જોઈએ અને તમામ જરૂરી તૈયારીઓ સમયસર પૂર્ણ કરી દેવાની છે. આ સાથે જ મુખ્યમંત્રીએ સુરક્ષાના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે દરેકની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવામાં કોઈ કસર રહી જવી ન જોઈએ.
સોમવારે વસંત પંચમીના રોજ અમૃત સ્નાનના મહત્વ પર પ્રકાશ પાડતાં મુખ્યમંત્રીએ કહ્યું કે આ સમગ્ર આયોજન (Uttar Pradesh News) સરળતાથી કરવામાં આવે. તેમણે અધિકારીઓને મજબૂત અવરોધો સ્થાપિત કરવા, એલિવેટેડ સ્થાનો પર સંકેતો મૂકવા અને યોગ્ય પ્રકાશની ખાતરી કરવાની પણ સૂચના આપી હતી.
આ સાથે જ તેઓએ બહેતર સંદેશાવ્યવહાર માટે સેટેલાઇટ ફોનના ઉપયોગ પર ભાર મૂક્યો અને સંવેદનશીલ સ્થળોએ વધારાના પોલીસ દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં.
મુખ્યમંત્રીએ ઝુંસી વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસ વેરિફિકેશન અને અતિક્રમણ હટાવવાનો પણ આદેશ આપ્યો હતો. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, "શેરી પરના ફેરિયાઓએ રસ્તાઓ પર કબજો ન કરવો જોઈએ અને તેમને નિયુક્ત વિસ્તારોમાં સ્થાનાંતરિત કરવા જોઈએ. ક્રેન અને એમ્બ્યુલન્સ સેવાઓ સાથે નિયમિત પોલીસ પેટ્રોલિંગની ખાતરી કરવી જોઈએ,"
Uttar Pradesh News: ટૂંકમાં, મુખ્યમંત્રીએ સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો છે, અને કહ્યું કે દરેકની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવાની છે. તેમણે અધિકારીઓને પાર્કિંગની જગ્યા વધારવા અને શ્રદ્ધાળુઓએ શક્ય તેટલું ઓછું ચાલવું પડે તે સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મુખ્ય સ્થળોએ ટ્રાફિકનું સંચાલન કરવા માટે સોંપવામાં આવવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.