ભારતમાં પહેલી વાર ડિજિટલ જનગણના થશે : ૧૪૦ કરોડની વસ્તી ધારીએ તો કેન્દ્ર સરકાર વ્યક્તિદીઠ ૮૩.૭૦ રૂપિયા ખર્ચશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતમાં ૨૦૨૭માં પહેલી વાર ડિજિટલી વસ્તીગણતરીનું કામ હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારે શુક્રવારે કૅબિનેટની મીટિંગમાં આ માટે ૧૧,૭૧૮.૨૪ કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ભારતની વસ્તી લગભગ ૧૨૧ કરોડ હતી. એને જ જો આધાર માનવામાં આવે તો કેન્દ્ર સરકારે હાલમાં આ પ્રોજેક્ટ માટે વ્યક્તિદીઠ ૯૭ રૂપિયા ફાળવવાનું નક્કી કર્યું છે. જો અનુમાનિત વસ્તી ૧૪૦ કરોડ માનીએ તો વ્યક્તિદીઠ ૮૩.૭૦ રૂપિયાનો ખર્ચ થશે.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ૩૦ લાખ કર્મચારીઓ CaaS સૉફ્ટવેર થકી ડિજિટલ વસ્તીગણતરી પૂરી કરશે. ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ સૉફ્ટવેરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
ADVERTISEMENT
બે તબક્કામાં થશે વસ્તીગણતરી
પહેલા તબક્કામાં એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬માં ઘરોનું લિસ્ટિંગ અને ગણતરી થશે. બીજા તબક્કામાં ૨૦૨૭ના ફેબ્રુઆરી મહિનાથી વસ્તીગણતરી થશે.


