Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લગ્નમાં બહેનને ટીવી અને વીંટી આપવાને મુદ્દે કકળાટ : પત્નીએ પતિને મરાવી દીધો

લગ્નમાં બહેનને ટીવી અને વીંટી આપવાને મુદ્દે કકળાટ : પત્નીએ પતિને મરાવી દીધો

25 April, 2024 08:21 AM IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આશરે એક કલાક સુધી તેને માર મારવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના એક ગામડામાં ૨૬ એપ્રિલે થનારાં લગ્ન પહેલાં જ એક પરિવારમાં માતમ છવાઈ ગયો છે. બહેનનાં લગ્નમાં ભાઈ તેને સારી ગિફ્ટ આપવા માગતો હતો, પણ આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે વિવાદ થયા બાદ ઝઘડો થયો અને ગુસ્સે ભરાયેલી પત્નીએ પિયરમાં ફોન કરીને ભાઈઓને બોલાવ્યા અને પતિને ફટકાર્યો જેમાં તેનું મૃત્યુ થયું હતું. ૩૫ વર્ષનો ચંદ્રપ્રકાશ મિશ્રા બહેનને ટીવી અને સોનાની વીંટી આપવા માગતો હતો, પણ તેની પત્નીને એ ગમ્યું નહોતું. તેણે તેના ભાઈઓને બોલાવી લીધા હતા અને તેમણે ચંદ્રપ્રકાશને લાકડીઓથી ધિબેડી નાખ્યો હતો. આશરે એક કલાક સુધી તેને માર મારવામાં આવ્યો હતો. એ પછી તેને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પણ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે પત્ની અને તેના ભાઈઓ સહિત પાંચ જણની ધરપકડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2024 08:21 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK