Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મ્યુઝિકના ઘોંઘાટથી ૨૦ દિવસની બાળકીનું મોત

મ્યુઝિકના ઘોંઘાટથી ૨૦ દિવસની બાળકીનું મોત

Published : 16 November, 2026 09:33 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના બલિયાની ઘટના: હાર્ટબીટ રોકાઈ ગઈ હોવાનો પરિવારે કર્યો દાવો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં મૂર્તિવિસર્જનના સરઘસ દરમ્યાન ઘરની બહાર ઊભેલા DJ વાહનના ઘોંઘાટથી ૨૦ દિવસની એક નવજાત બાળકીનું મોત નીપજ્યું હોવાની દુઃખદ ઘટના બની હતી. પરિવારના દાવા મુજબ ભારે અવાજવાળા મ્યુઝિકને કારણે બાળકીના હૃદયના ધબકારા રોકાઈ ગયા હતા. અવાજ ઓછો કરવા માટે પરિવારે વારંવાર વિનંતી કરી હોવા છતાં કોઈએ એમની વાત સાંભળી નહોતી.

મળતી માહિતી મુજબ બાળકી તેની મમ્મી રીમા દેવી સાથે ઝૂંપડીમાં સૂઈ રહી હતી ત્યારે જ ઘરની બહાર DJ વાહન ઊભું રહ્યું હતું. અવાજને કારણે બાળકી અચાનક રડવા લાગી હતી. પરિવારજનો તેને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીનાં કાકીએ જણાવ્યું કે સાસરીમાં દેખરેખ રાખનારું કોઈ ન હોવાથી રીમા દેવી છેલ્લા ૧૦ દિવસથી પિયરમાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 09:33 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK