Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૪૦૦૦ કિલોમીટર દૂર આવેલું ટાયફૂન ડૉલ્ફિન ભારતના મૉન્સૂનને દબાવી દેશે એવો વેધર-નિષ્ણાતોનો અંદાજ

૪૦૦૦ કિલોમીટર દૂર આવેલું ટાયફૂન ડૉલ્ફિન ભારતના મૉન્સૂનને દબાવી દેશે એવો વેધર-નિષ્ણાતોનો અંદાજ

Published : 11 August, 2026 09:34 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉલ્ફિન વાવાઝોડું પૂર્વી ચીનમાં ત્રાટક્યું છે જેમાં મુશળધાર વરસાદ આવ્યો છે અને શક્તિશાળી પવનો ફૂંકાયા છે.

ચીનમાં ઝેજિઆંગ પ્રાંતમાં આવેલા વેન્ઝોઉમાં ટાયફૂલ ડૉલ્ફિનને કારણે પડી ગયેલી દીવાલને લીધે નુકસાનગ્રસ્ત થયેલી ગાડીઓ.

ચીનમાં ઝેજિઆંગ પ્રાંતમાં આવેલા વેન્ઝોઉમાં ટાયફૂલ ડૉલ્ફિનને કારણે પડી ગયેલી દીવાલને લીધે નુકસાનગ્રસ્ત થયેલી ગાડીઓ.


પશ્ચિમ પૅસિફિકમાં આવેલું ટાયફૂન ડૉલ્ફિન ભારતથી આશરે ૪૦૦૦ કિલોમીટર દૂર છે, પણ એ ભારતના ચોમાસાના વરસાદને દબાવી રહ્યું છે હોવાનો વેધર-નિષ્ણાતોનો અંદાજ છે. આ ટાયફૂન સીધું ભારતની નજીક આવી રહ્યું નથી, પરંતુ વાતાવરણીય પરિભ્રમણ દ્વારા એની પરોક્ષ અસર થઈ શકે છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે પશ્ચિમ-ઉત્તર પૅસિફિકમાં સક્રિય ચક્રવાતી તોફાનો બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમના વિકાસને પ્રભાવિત કરી શકે છે. આ પરિભ્રમણ અને હિન્દી મહાસાગર સુધી પહોંચતાં વાતાવરણીય તરંગોને બદલી શકે છે જે સંભવિત રીતે ભારતની વરસાદવાહક પ્રણાલીઓ ઉત્પન્ન કરતી પદ્ધતિઓને નબળી બનાવી શકે છે.

ડૉલ્ફિન વાવાઝોડું પૂર્વી ચીનમાં ત્રાટક્યું છે જેમાં મુશળધાર વરસાદ આવ્યો છે અને શક્તિશાળી પવનો ફૂંકાયા છે. આ વર્ષે અત્યાર સુધી ચીનમાં ત્રાટકેલું આ સૌથી શક્તિશાળી ચક્રવાત છે જે ૯ ઑગસ્ટે ઝેજિયાંગ પ્રાંતના યુહુઆન નજીક લગભગ ૧૫૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે લૅન્ડફૉલ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 09:34 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK