Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત પછી હવે મુખ્ય પ્રધાનની ખુરસી કોને મળશે?

પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત પછી હવે મુખ્ય પ્રધાનની ખુરસી કોને મળશે?

Published : 05 May, 2026 11:27 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJP મહિલા સમર્થકની છબિને વધુ મજબૂત કરવા માટે બંગાળમાં મહિલા મુખ્ય પ્રધાન બનાવવાનો દાવ રમી શકે છે

ગઈ કાલે ચૂંટણીનું પરિણામ મમતા બૅનરજીના ચહેરા  પર સ્પષ્ટ ઝલકતું હતું.

ગઈ કાલે ચૂંટણીનું પરિણામ મમતા બૅનરજીના ચહેરા પર સ્પષ્ટ ઝલકતું હતું.


પશ્ચિમ બંગાળમાં ગઈ કાલે મોડી રાત સુધી કાઉન્ટિંગ ચાલુ હતું, પરંતુ BJPએ ઑલરેડી સરકાર બનાવવા માટે જરૂરી ૧૪૮નો મૅજિક ફિગર આસાનીથી હાંસલ કરી લીધો હતો. ચૂંટણી પહેલાં BJPએ મુખ્ય પ્રધાનપદના કોઈ ઉમેદવારની જાહેરાત કરી નહોતી એવામાં મોટો સવાલ હવે એ છે કે જીત પછી પશ્ચિમ બંગાળની કમાન કોના હાથમાં અપાશે. BJPએ ચૂંટણીપ્રચાર દરમ્યાન મહિલાઓની સુરક્ષાને સૌથી આગળ રાખી હતી. એવામાં એવી આશા સેવાઈ રહી છે કે કોઈ મહિલાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવી શકે છે. હાલમાં દિલ્હી સિવાય કોઈ રાજ્યમાં BJPનાં મહિલા મુખ્ય પ્રધાન નથી. BJP મહિલા સમર્થકની છબિને વધુ મજબૂત કરવા માટે બંગાળમાં મહિલા મુખ્ય પ્રધાન બનાવવાનો દાવ રમી શકે છે.

મુખ્ય પ્રધાનપદની રેસમાં ચાલી રહેલા પાંચ લોકો કોણ છે?



. સુવેન્દુ અધિકારી


તેઓ મુખ્ય પ્રધાનપદના ટૉપના દાવેદાર છે. એક સમયે મમતા બૅનરજીના નજીકના સાથી રહી ચૂકેલા સુવેન્દુ પાસે બંગાળની ભૂમિ પર સ્થાનિકોનું મજબૂત નેવર્ક છે. ૨૦૨૧માં તેમણે નંદીગ્રામ બેઠક પરથી મમતા બૅનરજીને હરાવીને જાયન્ટ કિલરનો તાજ મેળવ્યો હતો અને આ વખતે પણ તેમણે ભવાનીપુરની બેઠક પર મમતા બૅનરજીથી ૧૫,૧૦૫ વોટથી હરાવ્યાં હતાં.

. દિલીપ ઘોષ


૨૦૨૧માં BJPને મુખ્ય વિપક્ષ બનાવવાનું શ્રેય જાય છે રાજ્યના ભૂતપૂર્વ પ્રદેશ-અધ્યક્ષ દિલીપ ઘોષને. ભલે હવે તેઓ અધ્યક્ષ નથી રહ્યા, પરંતુ બંગાળની રાજનીતિમાં તેમનો પ્રભાવ આજે પણ બરકરાર છે. એવામાં બંગાળના મુખ્ય પ્રધાન તરીકે તેઓ મજબૂત વિકલ્પ બની શકે છે.

. સમીક ભટ્ટાચાર્ય

બંગાળના BJPના અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યને પાર્ટીમાં સૌને સાથે લઈને ચાલતા નેતા તરીકે જોવામાં આવે છે. તેમણે પડદા પાછળ રહીને BJPના વિસ્તારમાં મોટી ભૂમિકા ભજવી છે. એવામાં તેમને પણ બંગાળની કમાન સોંપાય એવી સંભાવના અવગણી ન શકાય.

. અગ્નિમિત્રા પૉલ

પ્રોફેશનથી ફૅશન-ડિઝાઇનર અગ્નિમિત્રા પૉલ BJPના બેબાક નેતાઓમાંના એક છે. તેમણે આ ચૂંટણીમાં પોતાની આસનસોલ દક્ષિણની બેઠક જાળવી રાખી છે. જો BJP રાજ્યમાં મહિલા મુખ્ય પ્રધાન પસંદ કરવા માગે તો અગ્નિમિત્રા તેમની પહેલી પસંદ હોઈ શકે છે.

. રૂપા ગાંગુલી

બી. આર. ચોપડાની ‘મહાભારત’ સિરિયલમાં દ્રૌપદીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં છવાઈ ગયેલાં અભિનેત્રી રૂપા ગાંગુલી રાજ્યસભાનાં ભૂતપૂર્વ સંસદસભ્ય છે અને સોનારપુર દક્ષિણની બેઠક પરથી જીત્યાં છે. રૂપા ગાંગુલીએ મહિલા મોરચાનાં અધ્યક્ષ તરીકે પશ્ચિમ બંગાળમાં ગ્રાસરૂટ લેવલ પર કામ કરેલું છે. તેમની પૉપ્યુલરિટી જોતાં BJP તેમને મુખ્ય પ્રધાન બનાવવાનો વિચાર કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 11:27 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK