Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચેન્નઈથી દિલ્હી સુધી NDA મજબૂત હોવા છતાં વિજયે સરકાર બનાવવા કૉન્ગ્રેસનો ટેકો કેમ માગ્યો?

ચેન્નઈથી દિલ્હી સુધી NDA મજબૂત હોવા છતાં વિજયે સરકાર બનાવવા કૉન્ગ્રેસનો ટેકો કેમ માગ્યો?

Published : 07 May, 2026 11:30 AM | Modified : 07 May, 2026 11:31 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીથી ચેન્નઈ સુધી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) મજબૂત સ્થિતિમાં છે

તામિલનાડુ કૉન્ગ્રેસ કમિટીના નેતાઓએ TVKના ચીફ વિજયને સરકાર બનાવવા માટે સમર્થન-પત્ર આપ્યો હતો.

તામિલનાડુ કૉન્ગ્રેસ કમિટીના નેતાઓએ TVKના ચીફ વિજયને સરકાર બનાવવા માટે સમર્થન-પત્ર આપ્યો હતો.


તામિલનાડુમાં વિજયી બનેલા વિજયને સરકાર બનાવવા માટે ૧૦ વિધાનસભ્યોનો ટેકો જોઈએ છે ત્યારે તેણે માત્ર પાંચ વિધાનસભ્યો ધરાવતી કૉન્ગ્રેસનો ટેકો શા માટે માગ્યો છે એવો સવાલ પુછાઈ રહ્યો છે. દિલ્હીથી ચેન્નઈ સુધી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) મજબૂત સ્થિતિમાં છે, NDA કેન્દ્રમાં સત્તામાં છે ત્યારે એનો ટેકો શા માટે આ ઍક્ટરે લીધો નથી? 

ચૂંટણીના રિઝલ્ટ બાદ વિજયની પાર્ટી TVKએ કૉન્ગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ૨૩૪ વિધાનસભા બેઠકો ધરાવતા તામિલનાડુમાં સરકાર બનાવવા માટે ૧૧૮ વિધાનસભ્યોની જરૂર છે. વિજય પાસે ૧૦૭ બેઠકો છે જે બહુમતી માટે જાદુઈ સંખ્યાથી ૧૧ બેઠકો ઓછી હતી. ૫૩ બેઠકો જીતનાર NDA ગઠબંધન પણ TVKને સમર્થન આપવા તૈયાર હતું, પરંતુ TVKએ એને પ્રાથમિકતા આપી નહોતી. 



વિજયે કૉન્ગ્રેસ સાથે હાથ કેમ મિલાવ્યા?


 તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલાં વિજયે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે BJP તેનો વૈચારિક વિરોધી છે, DMK અને AIADMK રાજકીય વિરોધી છે. ચૂંટણી પહેલાં વિજયે કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે કૉન્ગ્રેસ હાઇકમાન્ડે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

 વિજય AIADMK સાથે ગઠબંધન ઇચ્છતો નથી. BJP હાલમાં એની સાથે ગઠબંધનમાં છે. તામિલનાડુમાં BJP એકલી એક જ બેઠક ધરાવે છે. આનો અર્થ એ થયો કે BJPને સાથે લાવવાથી પણ તેને કોઈ ફાયદો થશે નહીં. તેથી વિજયે BJPનો ટેકો લીધો નથી.


 તામિલનાડુમાં કૉન્ગ્રેસનો મજબૂત જનાધાર છે. આ ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૧૬ લાખ મત મળ્યા હતા, જ્યારે BJPને ૧૪ લાખ મત મળ્યા હતા. તામિલનાડુમાં કૉન્ગ્રેસના પાંચ સંસદસભ્ય છે. કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવીને વિજય ભવિષ્યમાં તામિલનાડુ ચૂંટણીના મુખ્ય પ્રવાહમાં રહેશે.

 વિધાનસભા ચૂંટણી પછી TVK લોકસભાની ચૂંટણી પર નજર રાખી રહી છે. ૨૦૨૪માં DMK અને કૉન્ગ્રેસ વચ્ચેના જોડાણે તામિલનાડુમાં બધી ૩૯ બેઠકો જીતી હતી. વિજય પણ પોતાની પાર્ટી માટે આવું જ પ્રદર્શન ઇચ્છે છે.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 11:31 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK